View Hymn (Bhajan)

Sr No. 3926 | Date: 12-Sep-20002000-09-12સમય કેમ જાય છે તે સમજાતું નથી, પકડવા ચાહુ છું સમયને સમય પકડાતો નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaya-kema-jaya-chhe-te-samajatum-nathi-pakadava-chahu-chhum-samayaneસમય કેમ જાય છે તે સમજાતું નથી, પકડવા ચાહુ છું સમયને સમય પકડાતો નથી,

કરવું છે જીવનમાં ઘણું ઘણું, રાહ જોવાની તૈયારી નથી,

થાશે મારું શું, એની મને ખુદને ખબર નથી,

સમયની પર, જવાની ક્યાં વાત કરું, જ્યાં સમય સંગ ચાલવાની તૈયારી નથી,

ધીરજની મૂડી જેટલી જોઈએ એટલી પાસે મારી નથી,

ના કરવાનું કરું છું જીવનમાં, ઘણું કરવાનું છે જે એ કરતો નથી,

વેડફું છું સમય હું તો ઘણો, પળની કિંમત પહેચાની શક્યો નથી,

ચાર દિવસની આ જિંદગાની પામીને સમજુ ખુદને અમર એ ખતા વગર બીજું કાંઈ નથી,

પુરુષાર્થની ના કરો વાત, ફળ પામવા કાજે રાહ જોવાની તૈયારી નથી,

માયાની ગર્તામાં સમાઈ ગયો છું હું એવો, કે સમયની ચાલનો અણસાર મળતો નથી.

સમય કેમ જાય છે તે સમજાતું નથી, પકડવા ચાહુ છું સમયને સમય પકડાતો નથી
Samaya kema jaya chhe te samajatum nathi, pakadava chahu chhum samayane samaya pakadato nathi

View Original
Increase Font Decrease Font

સમય કેમ જાય છે તે સમજાતું નથી, પકડવા ચાહુ છું સમયને સમય પકડાતો નથી,

કરવું છે જીવનમાં ઘણું ઘણું, રાહ જોવાની તૈયારી નથી,

થાશે મારું શું, એની મને ખુદને ખબર નથી,

સમયની પર, જવાની ક્યાં વાત કરું, જ્યાં સમય સંગ ચાલવાની તૈયારી નથી,

ધીરજની મૂડી જેટલી જોઈએ એટલી પાસે મારી નથી,

ના કરવાનું કરું છું જીવનમાં, ઘણું કરવાનું છે જે એ કરતો નથી,

વેડફું છું સમય હું તો ઘણો, પળની કિંમત પહેચાની શક્યો નથી,

ચાર દિવસની આ જિંદગાની પામીને સમજુ ખુદને અમર એ ખતા વગર બીજું કાંઈ નથી,

પુરુષાર્થની ના કરો વાત, ફળ પામવા કાજે રાહ જોવાની તૈયારી નથી,

માયાની ગર્તામાં સમાઈ ગયો છું હું એવો, કે સમયની ચાલનો અણસાર મળતો નથી.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samaya kēma jāya chē tē samajātuṁ nathī, pakaḍavā cāhu chuṁ samayanē samaya pakaḍātō nathī,

karavuṁ chē jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, rāha jōvānī taiyārī nathī,

thāśē māruṁ śuṁ, ēnī manē khudanē khabara nathī,

samayanī para, javānī kyāṁ vāta karuṁ, jyāṁ samaya saṁga cālavānī taiyārī nathī,

dhīrajanī mūḍī jēṭalī jōīē ēṭalī pāsē mārī nathī,

nā karavānuṁ karuṁ chuṁ jīvanamāṁ, ghaṇuṁ karavānuṁ chē jē ē karatō nathī,

vēḍaphuṁ chuṁ samaya huṁ tō ghaṇō, palanī kiṁmata pahēcānī śakyō nathī,

cāra divasanī ā jiṁdagānī pāmīnē samaju khudanē amara ē khatā vagara bījuṁ kāṁī nathī,

puruṣārthanī nā karō vāta, phala pāmavā kājē rāha jōvānī taiyārī nathī,

māyānī gartāmāṁ samāī gayō chuṁ huṁ ēvō, kē samayanī cālanō aṇasāra malatō nathī.