જેમ જેમ ઘટતા જાય છે હૃદયના અંતરો,
તેમ તેમ વધતો જાય છે ઊર્મિનો પ્રેમ,
જેમ જેમ સમાતી જાઉં છું,
તેમ તેમ સંપૂર્ણ બનતી જાઉં છું
ખાલી થતી જાય છે મારા હૃદયની મલીનતા
તો ત્યાં સ્થાપના થાય છે મારા પ્રભુની
ઘેલી થઈને વિતાવું છું, મારી અનમોલ ક્ષણો
સમજાઈ રહ્યું છે મને, આ ધરા પર આવવાનું ધ્યેય
દુનિયામાં રહું છું પણ, દુનિયાથી દૂર ચાલી જાઉં છું
- સંત શ્રી અલ્પા મા