View Hymn (Bhajan)

Hymn No. 2692 | Date: 16-Sep-19981998-09-16જીવન મળ્યું છે ઊંચાઈ સર કરવા, આગળ વધવાને કાજેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivana-malyum-chhe-unchai-sara-karava-agala-vadhavane-kajeજીવન મળ્યું છે ઊંચાઈ સર કરવા, આગળ વધવાને કાજે

જીવનને તું ખાડા ભરવા ને ભરવામાં ના ખર્ચી નાખજે

જીવન મળ્યું છે તને, અણમોલ રત્નો પામવા કાજે

જીવનમાં તું કાદવમાં ને કાદવમાં ના રાચતો રહેજે

ભરવો પેટનો ખાડો એ તો ભરવો પડશે, પણ રાત દિન એમાં ના રેજે

છે તારા પર પેટનો ખાડો તો એવો, કે જેમાં આખી જિંદગાની ચાલી જાશે

ખબર નહીં પડે તને, તું જો તારા રડવાનું ના બંધ કરશે

ઇચ્છાઓના ખાડાઓ ખોદી ખોદીને, જો તું એને પૂરશે

વિતી જાશે જિંદગાની એમાં તો તું તારું, શિખર ક્યારેક સર કરશે

ભૂલીને આ જીવનના ખાડા, જીવનમાં સતત આગળ વધતું રહેવું પડશે

ફસાઇશ જો એકવાર આ ખાડાઓમાં, તો તારા કાર્યનો ના અંત આવશે

જીવન મળ્યું છે ઊંચાઈ સર કરવા, આગળ વધવાને કાજે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvana malyuṁ chē ūṁcāī sara karavā, āgala vadhavānē kājē

jīvananē tuṁ khāḍā bharavā nē bharavāmāṁ nā kharcī nākhajē

jīvana malyuṁ chē tanē, aṇamōla ratnō pāmavā kājē

jīvanamāṁ tuṁ kādavamāṁ nē kādavamāṁ nā rācatō rahējē

bharavō pēṭanō khāḍō ē tō bharavō paḍaśē, paṇa rāta dina ēmāṁ nā rējē

chē tārā para pēṭanō khāḍō tō ēvō, kē jēmāṁ ākhī jiṁdagānī cālī jāśē

khabara nahīṁ paḍē tanē, tuṁ jō tārā raḍavānuṁ nā baṁdha karaśē

icchāōnā khāḍāō khōdī khōdīnē, jō tuṁ ēnē pūraśē

vitī jāśē jiṁdagānī ēmāṁ tō tuṁ tāruṁ, śikhara kyārēka sara karaśē

bhūlīnē ā jīvananā khāḍā, jīvanamāṁ satata āgala vadhatuṁ rahēvuṁ paḍaśē

phasāiśa jō ēkavāra ā khāḍāōmāṁ, tō tārā kāryanō nā aṁta āvaśē