View Hymn (Bhajan)
Hymn No. 4698 | Date: 28-Mar-20182018-03-282018-03-28જીવનમાં જ્યાં તું અનુભવ આ કરતો ને કરતો રે જાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-jyam-tum-anubhava-a-karato-ne-karato-re-jasheજીવનમાં જ્યાં તું અનુભવ આ કરતો ને કરતો રે જાશે
પળ નિરાંતની ત્યાં તું અનુભવશે, નિશ્ચિંત પળ ત્યાં અનુભવશે
કર્તા હર્તા ને ધર્તા પ્રભુ ને પ્રભુ તો છે આ જગમાં
ધીરે ધીરે જ્યાં તારી અંદર, આ સત્ય પ્રજ્વલિત થાશે
મટી જાશે સઘળા ભાર જીવનના, સઘળી ચિંતા ખતમ થાશે
હરપળ ને હરક્ષણ જ્યાં ખ્યાલોમાં ખ્યાલ આજ રહેશે
હૈયાના બધા ખેદ તારા, ત્યાં તો ખતમ થઈ જાશે
અનુભવે અનુભવે જ્યાં તારો અનુભવ સિદ્ધ થાશે
જીવનના સત્યનો સાર ત્યાં તો તને સમજાશે
આનંદના પ્રવાહને ત્યાં ના કોઈ રોકી શકશે
કાર્ય તારાં ત્યાં ના કોઈ અટકાવી શકશે - જીવનમાં જ્યાં તું...
જીવનમાં જ્યાં તું અનુભવ આ કરતો ને કરતો રે જાશે