View Hymn (Bhajan)
Hymn No. 4699 | Date: 28-Mar-20182018-03-282018-03-28પ્રભુ તારી મહેકથી મહેકે જીવન મારું, તારી સુગંધથી રહે ભર્યું ભર્યુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-mahekathi-maheke-jivana-marum-tari-sugandhathi-rahe-bharyumપ્રભુ તારી મહેકથી મહેકે જીવન મારું, તારી સુગંધથી રહે ભર્યું ભર્યું
તારી મહેકતી યાદોથી રહે ગુલશન મારું, સદેવ ખીલતું ને ખીલતું
તારા અહેસાસથી રહે શ્વાસોની ગતિ, મારી રે ચાલુ
બાકી રહ્યું રે શું પછી જ્યાં પળપળ, તારા પ્રતિસાદ મળે અમને સદાય
ગીત ગુંજે એવાં મીઠાં એમાં, પ્રેમરસના તારા મળે પીવા રે પાન
હૃદયમાં રહે તારું ગુંજન ને ગાન, પ્રભુ મળી જાય ત્યાં બધું રે તમામ
આનંદની તારી ઊછળે લહેરો, ને મસ્તીમાં તારી રહીએ મસ્ત સદાય
તારી મહેર રહે સદા વરસતી, ને રહે અમ પર વહેતી એની અખંડ ધાર
જીવન જ્યાં આવી રીતે રે જીવાય, ત્યાં જીવન સાર્થક થઈ રે જાય
ના પડે જરૂર જીવનમાં ત્યાં કાંઈ રે બીજું, જ્યાં તારું સાંનિધ્ય મળે સદાય
પ્રભુ તારી મહેકથી મહેકે જીવન મારું, તારી સુગંધથી રહે ભર્યું ભર્યું