View Hymn (Bhajan)
Hymn No. 4697 | Date: 25-Mar-20182018-03-252018-03-25પરિભ્રમણ કરે છે જે તારું પ્રભુ, એનું જગનું ભ્રમણ મટે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=paribhramana-kare-chhe-je-tarum-prabhu-enum-jaganum-bhramana-mate-chheપરિભ્રમણ કરે છે જે તારું પ્રભુ, એનું જગનું ભ્રમણ મટે છે
હૈયે વસે જ્યાં તારો વિશ્વાસ, ત્યાં ડર ના કોઈ રહે છે
સમજાય ને અનુભવાય સત્ય ત્યાં, અશાંતિ તો હટે છે
જીવન મહેકે જ્યાં તારા સ્મરણથી, ત્યાં લાલસા બધી મટે છે
જીવ ને શિવનું થાય મિલન ત્યાં, મટે જીવ ને શિવ તો રહે છે
પરબ્રહ્મ પરમાત્માનાં મળે જ્યાં સ્પંદન, પછી બાકી ના કાંઈ રહે છે
પરમ પ્રેમના રસ ચાખ્યા પછી, લાલસા આ દેહની ઘટે છે
જીવનમરણના ફેરા ખૂટે છે જ્યાં, મમત્વ તો બધું મટે છે
સનાતન સત્યના પાન કર્યા પછી, ના કાંઈ તો બચે છે
પરિભ્રમણ કરતાં તારું અંતર, ના કાંઈ તો બચે છે
પરિભ્રમણ કરે છે જે તારું પ્રભુ, એનું જગનું ભ્રમણ મટે છે