જીવનમાં તું સૂતો હોય તો જાગજે, જાગતો હોય તો પુરુષાર્થ તું પામજે,
ઊદ્વવશે જીવનમાં જરૂર તને અનેક ઈચ્છાઓ, ઈચ્છાઓને જીવનમાં તું કાબૂમાં રાખજે
મનડું રહ્યું છે સાથમાં ને સાથમાં, હરએક યત્નોમાં એને તું સાથે રાખજે,
મન વગર કાંઈ કરી નહીં શકે જીવનમાં, અધૂરા કાર્ય ના તું રાખજે,
તન, મનનો સાથ લઈને, જીવનમાં પામવાનું છે તારે રે બધું,
પામવું છે શું તારે, ધ્યેય નક્કી કરીને આગળ તું રે વધજે,
આળસુને મળે સદા અપજશ જીવનમાં, આ વાત તું યાદ રાખજે,
પામવી હોય સફળતા તારે જીવનમાં તો કમ રકસીને તૈયાર તું સદા રહેજે,
ઊંઘવામાં ને ઊંઘવામાં અમૂલ્ય આ માનવ જીવન ના તું ખોઈ નાખજે,
મળ્યું છે જે તને મળશે ના એ ફરી, ધ્યાનમાં સદા આ તું રાખજે.
- સંત શ્રી અલ્પા મા
jīvanamāṁ tuṁ sūtō hōya tō jāgajē, jāgatō hōya tō puruṣārtha tuṁ pāmajē,
ūdvavaśē jīvanamāṁ jarūra tanē anēka īcchāō, īcchāōnē jīvanamāṁ tuṁ kābūmāṁ rākhajē
manaḍuṁ rahyuṁ chē sāthamāṁ nē sāthamāṁ, haraēka yatnōmāṁ ēnē tuṁ sāthē rākhajē,
mana vagara kāṁī karī nahīṁ śakē jīvanamāṁ, adhūrā kārya nā tuṁ rākhajē,
tana, mananō sātha laīnē, jīvanamāṁ pāmavānuṁ chē tārē rē badhuṁ,
pāmavuṁ chē śuṁ tārē, dhyēya nakkī karīnē āgala tuṁ rē vadhajē,
ālasunē malē sadā apajaśa jīvanamāṁ, ā vāta tuṁ yāda rākhajē,
pāmavī hōya saphalatā tārē jīvanamāṁ tō kama rakasīnē taiyāra tuṁ sadā rahējē,
ūṁghavāmāṁ nē ūṁghavāmāṁ amūlya ā mānava jīvana nā tuṁ khōī nākhajē,
malyuṁ chē jē tanē malaśē nā ē pharī, dhyānamāṁ sadā ā tuṁ rākhajē.
|