જીવનના આ જંગમાં રે, દુશ્મન છે ઝાઝા, દોસ્ત બહુ ઓછા રે
લડવૈયો બનીને લડવું છે રે મારે, જીતવો છે આ જંગને રે
પડશે શક્તિની જરૂર તો ખૂબ રે, દેજો શક્તિ તમે, દાતા રે
નથી કાંઈ છૂપું તમારાથી, છો તમે આ જગના જ્ઞાતા રે
ના વેડફુ વ્યર્થ શક્તિ તમારી, દેજો એવા આશિષ મને, દાતા રે
કરું સદ્દઉપયોગ હર ક્ષણનો, સદ્દભાવ હૈયામાં એવા ભરજો રે
લડતો રહું હર ક્ષણ મારા વિકારો સામે, મેળવું એની પર જીત રે
હર એક વૃત્તિ પર મારી, સમય સહિત મેળવી શકું કાબૂ રે
આશિષ મને આપજો એવા, મારા અંતરયામી રે
ના રહે અંતર, અંતર વચ્ચે, સમાવી મને તમે તમારામાં લેજો રે
- સંત શ્રી અલ્પા મા
jīvananā ā jaṁgamāṁ rē, duśmana chē jhājhā, dōsta bahu ōchā rē
laḍavaiyō banīnē laḍavuṁ chē rē mārē, jītavō chē ā jaṁganē rē
paḍaśē śaktinī jarūra tō khūba rē, dējō śakti tamē, dātā rē
nathī kāṁī chūpuṁ tamārāthī, chō tamē ā jaganā jñātā rē
nā vēḍaphu vyartha śakti tamārī, dējō ēvā āśiṣa manē, dātā rē
karuṁ saddaupayōga hara kṣaṇanō, saddabhāva haiyāmāṁ ēvā bharajō rē
laḍatō rahuṁ hara kṣaṇa mārā vikārō sāmē, mēlavuṁ ēnī para jīta rē
hara ēka vr̥tti para mārī, samaya sahita mēlavī śakuṁ kābū rē
āśiṣa manē āpajō ēvā, mārā aṁtarayāmī rē
nā rahē aṁtara, aṁtara vaccē, samāvī manē tamē tamārāmāṁ lējō rē
|
Explanation in English
|
|
In this battle of life, there are more enemies (inner enemies), there are very few friends
I want to fight as a warrior, I want to win this battle oh God,
I will need your energy, please give me your energy , oh benevolent God
There is nothing hidden from you, you are the the learned one
I should not waste this energy of yours, give me such blessings, Oh benevolent one
I should make good use of every moment, fill such good emotions in my heart
Fight every moment, I should against my vices, I should achieve victory over it, Oh God
On each and every whirlpool of my thoughts, I should achieve control within right time
Give me such blessings, oh omniscient, there should remain no difference within, please merge me within you.
|