View Hymn (Bhajan)

Sr No. 1382 | Date: 12-Oct-19951995-10-12જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે નજરને ધોખો આપી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanana-ranga-etali-jadapathi-badalaya-chhe-ke-je-najarane-dhokho-apiજીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે નજરને ધોખો આપી જાય છે

ચિત્તને, ભ્રમમાં ને ભ્રમમાં મુક્તા એ જાય છે, જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે

સમજાય કાંઈ, છતાંય કાંઈ પણ ના મને સમજાય છે - જીવનના…

મિટાવવા ચાહું છું મૂંઝવણ હું બધી, પણ મૂંઝવણમાં વધારો કરતા જાય છે - જીવનના…

હરએક રંગ, મને આપે છે જુદો અહેસાસ, એનાથી વધારે ના કાંઈ અનુભવાય છે- જીવનના…

ઓળખી નથી શક્તો હું જીવનના રંગને, દુઃખ એનો તો સદા મને થાય છે - જીવનના…

ઓળખ એ મારી લઈ જાય છે, પણ મને એ અજાણ્યો મૂકી જાય છે - જીવનના…

છે ચકરાવો આ તો એવો, જેમાં સાચા કલર કરતા, કલરનો આભાસ વધારે દેખાય છે - જીવનના…

જીવનના હર રંગોમાં ના રંગાવું હોય, તોય રંગી એ મને જાય છે - જીવનના…

પ્રભુ, આપ હવે તું કોઈ મને એવો રંગ, જે મારા મનને રંગી જાય રે - જીવનના…

જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે નજરને ધોખો આપી જાય છે
Jivanana ranga etali jadapathi badalaya chhe, ke najarane dhokho api jaya chhe

View Original
Increase Font Decrease Font

જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે નજરને ધોખો આપી જાય છે

ચિત્તને, ભ્રમમાં ને ભ્રમમાં મુક્તા એ જાય છે, જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે

સમજાય કાંઈ, છતાંય કાંઈ પણ ના મને સમજાય છે - જીવનના…

મિટાવવા ચાહું છું મૂંઝવણ હું બધી, પણ મૂંઝવણમાં વધારો કરતા જાય છે - જીવનના…

હરએક રંગ, મને આપે છે જુદો અહેસાસ, એનાથી વધારે ના કાંઈ અનુભવાય છે- જીવનના…

ઓળખી નથી શક્તો હું જીવનના રંગને, દુઃખ એનો તો સદા મને થાય છે - જીવનના…

ઓળખ એ મારી લઈ જાય છે, પણ મને એ અજાણ્યો મૂકી જાય છે - જીવનના…

છે ચકરાવો આ તો એવો, જેમાં સાચા કલર કરતા, કલરનો આભાસ વધારે દેખાય છે - જીવનના…

જીવનના હર રંગોમાં ના રંગાવું હોય, તોય રંગી એ મને જાય છે - જીવનના…

પ્રભુ, આપ હવે તું કોઈ મને એવો રંગ, જે મારા મનને રંગી જાય રે - જીવનના…

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvananā raṁga ēṭalī jhaḍapathī badalāya chē, kē najaranē dhōkhō āpī jāya chē

cittanē, bhramamāṁ nē bhramamāṁ muktā ē jāya chē, jīvananā raṁga ēṭalī jhaḍapathī badalāya chē

samajāya kāṁī, chatāṁya kāṁī paṇa nā manē samajāya chē - jīvananā…

miṭāvavā cāhuṁ chuṁ mūṁjhavaṇa huṁ badhī, paṇa mūṁjhavaṇamāṁ vadhārō karatā jāya chē - jīvananā…

haraēka raṁga, manē āpē chē judō ahēsāsa, ēnāthī vadhārē nā kāṁī anubhavāya chē- jīvananā…

ōlakhī nathī śaktō huṁ jīvananā raṁganē, duḥkha ēnō tō sadā manē thāya chē - jīvananā…

ōlakha ē mārī laī jāya chē, paṇa manē ē ajāṇyō mūkī jāya chē - jīvananā…

chē cakarāvō ā tō ēvō, jēmāṁ sācā kalara karatā, kalaranō ābhāsa vadhārē dēkhāya chē - jīvananā…

jīvananā hara raṁgōmāṁ nā raṁgāvuṁ hōya, tōya raṁgī ē manē jāya chē - jīvananā…

prabhu, āpa havē tuṁ kōī manē ēvō raṁga, jē mārā mananē raṁgī jāya rē - jīvananā…