View Hymn (Bhajan)

Hymn No. 1633 | Date: 29-Jul-19961996-07-29જોઈએ છે જે મને જીવનમાં, એ હું પ્રાપ્ત કરી શકતો નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=joie-chhe-je-mane-jivanamam-e-hum-prapta-kari-shakato-nathiજોઈએ છે જે મને જીવનમાં, એ હું પ્રાપ્ત કરી શકતો નથી

જાગે છે હૈયે ઇચ્છાઓ પૂરી કરવા, એને એમાં તીવ્રતા જગાવી શકતો નથી

તારાથી દૂર રહી શકતો નથી પ્રભુ, તારી પાસે બી આવી શકતો નથી

છે હાલત તો મારી આવી પ્રભુ, એ કાંઈ તારાથી અજાણી નથી

ધ્યેય વિનાના ને વ્યર્થ વિચારોમાં ખોવાયા વિના હું રહેતો નથી

ચાહું છું સ્થિર રહેવા એક વિચારમાં, પણ સ્થિર હું રહી શકતો નથી

કરવું છે જીવનમાં મને જે ખબર છે એની, તોય પ્રાધાન્ય એને આપી શકતો નથી

સમજવા છતાં ને જાણવા છતાં, મારી લાચારી દૂર હું કરી શકતો નથી

ભટકતા મારા મનને ભ્રમણામાંથી, બહાર હું લાવી શકતો નથી

ધરવું છે તારું ધ્યાન પ્રભુ, પણ ચાહવા છતાં ધરી શકતો નથી

જોઈએ છે જે મને જીવનમાં, એ હું પ્રાપ્ત કરી શકતો નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jōīē chē jē manē jīvanamāṁ, ē huṁ prāpta karī śakatō nathī

jāgē chē haiyē icchāō pūrī karavā, ēnē ēmāṁ tīvratā jagāvī śakatō nathī

tārāthī dūra rahī śakatō nathī prabhu, tārī pāsē bī āvī śakatō nathī

chē hālata tō mārī āvī prabhu, ē kāṁī tārāthī ajāṇī nathī

dhyēya vinānā nē vyartha vicārōmāṁ khōvāyā vinā huṁ rahētō nathī

cāhuṁ chuṁ sthira rahēvā ēka vicāramāṁ, paṇa sthira huṁ rahī śakatō nathī

karavuṁ chē jīvanamāṁ manē jē khabara chē ēnī, tōya prādhānya ēnē āpī śakatō nathī

samajavā chatāṁ nē jāṇavā chatāṁ, mārī lācārī dūra huṁ karī śakatō nathī

bhaṭakatā mārā mananē bhramaṇāmāṁthī, bahāra huṁ lāvī śakatō nathī

dharavuṁ chē tāruṁ dhyāna prabhu, paṇa cāhavā chatāṁ dharī śakatō nathī