View Hymn (Bhajan)
Hymn No. 4087 | Date: 01-Apr-20012001-04-012001-04-01જોઈને સંતોની આંખમાં કરુણા તો એવીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=joine-santoni-ankhamam-karuna-to-eviજોઈને સંતોની આંખમાં કરુણા તો એવી,
જાગ્યો વિચાર દિલમાં હશે એ આંખો પ્રભુ તારી રે કેવી કરુણાભરી.
જોયા રે કંઈક હસ્તો રે એવા, હતી એમાં મજબુતાઈ ભરી,
હશે હસ્ત મજબૂત, કેવા તારા, જોવા મળે એકવાર દૃષ્ટિ પડે મારી એકવાર કદી,
જોઈએ ગતિ જીવનમાં ઘણી ઘણી, દોડી આવે છે ક્યાંથી ને ક્યાંથી હર કોઈ,
તું આવે ક્યારે, કઈ દિશામાંથી, તારી ગતીની સમજણ અમને ના પડે,
ચોટ લાગે છે વાણીથી જીવનમાં કદી કદી,
અરે ચોટ પહોંચાડે જ્યારે તું સહુને, એ તારી અપરા વાણી છે કેવી,
દિલથી વહેતી પ્રેમની ધારા ઝીલીએ જ્યાં જીવનમાં, બનીએ તરબોળ એમાં એવો રે અમે.
દિલ અમને તરબોળ કરે છે, હશે કેવું હૈયું તારું.
જોઈને સંતોની આંખમાં કરુણા તો એવી