View Hymn (Bhajan)

Sr No. 3986 | Date: 22-Oct-20002000-10-22મળે નજરને ના મળે ત્યાં તો તું નજરોથી ઓઝલ થઈ જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=male-najarane-na-male-tyam-to-tum-najarothi-ojala-thai-jayaમળે નજરને ના મળે ત્યાં તો તું નજરોથી ઓઝલ થઈ જાય,

જોઉં જોઉં ને જ્યાં તું છુપાઈ રે જાય, શોધવી તને રે ક્યાં ના એ સમજાય.

તારી એ પ્રેમ ભરી નજર દિલમાં રે મારા ઊંડે ઉતરી રે જાય,

તારા દીદાર વિના જીવન મારું મુશ્કેલ બની રે જાય.

હતી અમૂલ્ય ઘડી જ્યારે, નજર સામે તું મારી હતી,

મજા તને એ ઘડી ઝૂંટવાની શીરે મળી જાય, જોઉં જોઉં …..

ના જાણું હું તને પૂર્ણપણે, ના તારો પત્તો મને,

ક્યાં જોઉં ને શું કરું કે તું તો કીધા વિના રે ચાલી જાય,

નયનોમાં રે મારા આંસુની રે ધારા તું ભરી રે જાય,

મારા આનંદની ઈર્ષા તને શું થઈ જાય કે, જોઉં જ્યાં …..

બેચેન કરીને મળી તું કેમ ચાલી રે જાય, જોઉં ને જ્યાં ….

ખેલ આવા ખેલવામાં તને શું રે મળી રે જાય.

મળે નજરને ના મળે ત્યાં તો તું નજરોથી ઓઝલ થઈ જાય
Male najarane na male tyam to tum najarothi ojala thai jaya

View Original
Increase Font Decrease Font

મળે નજરને ના મળે ત્યાં તો તું નજરોથી ઓઝલ થઈ જાય,

જોઉં જોઉં ને જ્યાં તું છુપાઈ રે જાય, શોધવી તને રે ક્યાં ના એ સમજાય.

તારી એ પ્રેમ ભરી નજર દિલમાં રે મારા ઊંડે ઉતરી રે જાય,

તારા દીદાર વિના જીવન મારું મુશ્કેલ બની રે જાય.

હતી અમૂલ્ય ઘડી જ્યારે, નજર સામે તું મારી હતી,

મજા તને એ ઘડી ઝૂંટવાની શીરે મળી જાય, જોઉં જોઉં …..

ના જાણું હું તને પૂર્ણપણે, ના તારો પત્તો મને,

ક્યાં જોઉં ને શું કરું કે તું તો કીધા વિના રે ચાલી જાય,

નયનોમાં રે મારા આંસુની રે ધારા તું ભરી રે જાય,

મારા આનંદની ઈર્ષા તને શું થઈ જાય કે, જોઉં જ્યાં …..

બેચેન કરીને મળી તું કેમ ચાલી રે જાય, જોઉં ને જ્યાં ….

ખેલ આવા ખેલવામાં તને શું રે મળી રે જાય.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

malē najaranē nā malē tyāṁ tō tuṁ najarōthī ōjhala thaī jāya,

jōuṁ jōuṁ nē jyāṁ tuṁ chupāī rē jāya, śōdhavī tanē rē kyāṁ nā ē samajāya.

tārī ē prēma bharī najara dilamāṁ rē mārā ūṁḍē utarī rē jāya,

tārā dīdāra vinā jīvana māruṁ muśkēla banī rē jāya.

hatī amūlya ghaḍī jyārē, najara sāmē tuṁ mārī hatī,

majā tanē ē ghaḍī jhūṁṭavānī śīrē malī jāya, jōuṁ jōuṁ …..

nā jāṇuṁ huṁ tanē pūrṇapaṇē, nā tārō pattō manē,

kyāṁ jōuṁ nē śuṁ karuṁ kē tuṁ tō kīdhā vinā rē cālī jāya,

nayanōmāṁ rē mārā āṁsunī rē dhārā tuṁ bharī rē jāya,

mārā ānaṁdanī īrṣā tanē śuṁ thaī jāya kē, jōuṁ jyāṁ …..

bēcēna karīnē malī tuṁ kēma cālī rē jāya, jōuṁ nē jyāṁ ….

khēla āvā khēlavāmāṁ tanē śuṁ rē malī rē jāya.