ઝૂમી ઊઠે જીવન અમારું તુજને જોઈને, જીવન અમારું તું એવું બનાવ,
મળે તાલ જીવનમાંથી અમારા સદાય રે તારા, જીવન અમારું એવું બનાવ,
સૂર સજે નવા નવા રે એવા, સાંભળી તું એને ઝૂમી રે જાય, જીવન અમારું ...
તાલ ને સૂરનો સંગમ મળે સદાય, જીવન અમારું તું એવું બનાવ,
બેસૂરા બધા રે કાજ જીવનમાં અમારી પાસે ના તું કરાવ, જીવન અમારું ...
હસતું મહેકતું રહે મુખડું અમારું, ના કદી એ કરમાય, જીવન અમારું ...
જીવનમાં અમને તું સંગ તારી રુમઝુમ રાસ રમાડ, જીવન અમારું ...
જોઈને અમને મળે ઉષા ને સંધ્યા ને લાલી, જીવન અમારું તું એવું બનાવ….
હૈયામાં રે અમારા આનંદના તું મોઝા રેલાવ, જીવન અમારું ...
સંગ અમારો તું ચાહે સદાય જીવન અમારું તું એવું બનાવ.
- સંત શ્રી અલ્પા મા
jhūmī ūṭhē jīvana amāruṁ tujanē jōīnē, jīvana amāruṁ tuṁ ēvuṁ banāva,
malē tāla jīvanamāṁthī amārā sadāya rē tārā, jīvana amāruṁ ēvuṁ banāva,
sūra sajē navā navā rē ēvā, sāṁbhalī tuṁ ēnē jhūmī rē jāya, jīvana amāruṁ ...
tāla nē sūranō saṁgama malē sadāya, jīvana amāruṁ tuṁ ēvuṁ banāva,
bēsūrā badhā rē kāja jīvanamāṁ amārī pāsē nā tuṁ karāva, jīvana amāruṁ ...
hasatuṁ mahēkatuṁ rahē mukhaḍuṁ amāruṁ, nā kadī ē karamāya, jīvana amāruṁ ...
jīvanamāṁ amanē tuṁ saṁga tārī rumajhuma rāsa ramāḍa, jīvana amāruṁ ...
jōīnē amanē malē uṣā nē saṁdhyā nē lālī, jīvana amāruṁ tuṁ ēvuṁ banāva….
haiyāmāṁ rē amārā ānaṁdanā tuṁ mōjhā rēlāva, jīvana amāruṁ ...
saṁga amārō tuṁ cāhē sadāya jīvana amāruṁ tuṁ ēvuṁ banāva.
|