View Hymn (Bhajan)

Sr No. 3985 | Date: 22-Oct-20002000-10-22નયનોમાં રમે જ્યાં માયા, ત્યાં તું છુપાઈ જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nayanomam-rame-jyam-maya-tyam-tum-chhupai-jaya-chheનયનોમાં રમે જ્યાં માયા, ત્યાં તું છુપાઈ જાય છે,

અરે વિચારોમાં છવાઈ જાય જ્યાં અજ્ઞાનના વાદળા, ત્યાં તું એમાં છુપાઈ જાય છે,

અરે સુકાઈ જાય હૈયામાં ભાવોના રે ઝરણા, દર્શન તારા દુર્લભ બની જાય છે,

અવિદ્યાના હટે ના આવરણ જ્યાં, હૈયેથી ના મુખડું ત્યાં તારું દેખાય છે,

બનાવ્યું જીવનને જ્યાં ચંદ્ર જેવું શીતળ, તેજ તારા ત્યાં પથરાય છે,

પામ્યા અમૂલ્ય કિરણો જીવનમાં પ્રભુના, નીરોગી ને નીરોગી એ બનતો ને બનતો જાય છે,

નડીં જેવું નિર્મળ બને જ્યાં જીવન ત્યાં એ તો તારામાં સમાઈ રે જાય,

પામે કૃપા તારી રે તો જીવન અમારું, ધન્ય ધન્ય થઈ રે જાય,

ના છુપે તું ત્યારે અમારાથી, નજર સામે તું તો આવી રે જાય,

દિલમાં જ્યાં થાય વાસ તારો ત્યાં દીદાર તારા મળી રે જાય.

નયનોમાં રમે જ્યાં માયા, ત્યાં તું છુપાઈ જાય છે
Nayanomam rame jyam maya, tyam tum chhupai jaya chhe

View Original
Increase Font Decrease Font

નયનોમાં રમે જ્યાં માયા, ત્યાં તું છુપાઈ જાય છે,

અરે વિચારોમાં છવાઈ જાય જ્યાં અજ્ઞાનના વાદળા, ત્યાં તું એમાં છુપાઈ જાય છે,

અરે સુકાઈ જાય હૈયામાં ભાવોના રે ઝરણા, દર્શન તારા દુર્લભ બની જાય છે,

અવિદ્યાના હટે ના આવરણ જ્યાં, હૈયેથી ના મુખડું ત્યાં તારું દેખાય છે,

બનાવ્યું જીવનને જ્યાં ચંદ્ર જેવું શીતળ, તેજ તારા ત્યાં પથરાય છે,

પામ્યા અમૂલ્ય કિરણો જીવનમાં પ્રભુના, નીરોગી ને નીરોગી એ બનતો ને બનતો જાય છે,

નડીં જેવું નિર્મળ બને જ્યાં જીવન ત્યાં એ તો તારામાં સમાઈ રે જાય,

પામે કૃપા તારી રે તો જીવન અમારું, ધન્ય ધન્ય થઈ રે જાય,

ના છુપે તું ત્યારે અમારાથી, નજર સામે તું તો આવી રે જાય,

દિલમાં જ્યાં થાય વાસ તારો ત્યાં દીદાર તારા મળી રે જાય.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nayanōmāṁ ramē jyāṁ māyā, tyāṁ tuṁ chupāī jāya chē,

arē vicārōmāṁ chavāī jāya jyāṁ ajñānanā vādalā, tyāṁ tuṁ ēmāṁ chupāī jāya chē,

arē sukāī jāya haiyāmāṁ bhāvōnā rē jharaṇā, darśana tārā durlabha banī jāya chē,

avidyānā haṭē nā āvaraṇa jyāṁ, haiyēthī nā mukhaḍuṁ tyāṁ tāruṁ dēkhāya chē,

banāvyuṁ jīvananē jyāṁ caṁdra jēvuṁ śītala, tēja tārā tyāṁ patharāya chē,

pāmyā amūlya kiraṇō jīvanamāṁ prabhunā, nīrōgī nē nīrōgī ē banatō nē banatō jāya chē,

naḍīṁ jēvuṁ nirmala banē jyāṁ jīvana tyāṁ ē tō tārāmāṁ samāī rē jāya,

pāmē kr̥pā tārī rē tō jīvana amāruṁ, dhanya dhanya thaī rē jāya,

nā chupē tuṁ tyārē amārāthī, najara sāmē tuṁ tō āvī rē jāya,

dilamāṁ jyāṁ thāya vāsa tārō tyāṁ dīdāra tārā malī rē jāya.