View Hymn (Bhajan)

Hymn No. 1674 | Date: 11-Aug-19961996-08-11જ્યાં આજને જાણી નથી, આજને પરખી નથી, ત્યાં કાલની કરવી વાત શુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-ajane-jani-nathi-ajane-parakhi-nathi-tyam-kalani-karavi-vata-shumજ્યાં આજને જાણી નથી, આજને પરખી નથી, ત્યાં કાલની કરવી વાત શું

છે ચિંતાઓ આમે ઘણી જીવનમાં, વધારો એમાં કરી કરીને કરવું રે શું

નથી કરી આબાદ જ્યાં આજને કરી કાલનો વિચાર, બરબાદ વધારે કરવી રે શું

હિંમત નથી જ્યાં એક પળ સામે ઝઝૂમવાની, ત્યાં દિવસ-રાતની વાતો કરવી રે શું

ક્યાં કમી છે આમ એ દુઃખમાં કરીને યાદ કાલને વધારો એમાં કરવું રે શું

જાણ નથી જ્યાં આજની પૂરી, ત્યાં કાલને જાણવાની કોશિશ કરવી રે શું

હિસાબ નથી જ્યાં પળનો જીવનમાં, ત્યાં ગણતરી હવે કરવી રે શું

ના સમજીએ જ્યાં સમયની મૂલ્યતા, ત્યાં હવે ખોટું રડવું રે શું

આડંબરો ને ધતિંગોમાં રહ્યો છું રાચતો, ત્યાં સત્યની વાત કરવી રે શું

અહંકારના નશામાં ચૂર છું ત્યાં, પ્રભુ ભક્તિની વાત કરવી રે શું

જ્યાં આજને જાણી નથી, આજને પરખી નથી, ત્યાં કાલની કરવી વાત શું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jyāṁ ājanē jāṇī nathī, ājanē parakhī nathī, tyāṁ kālanī karavī vāta śuṁ

chē ciṁtāō āmē ghaṇī jīvanamāṁ, vadhārō ēmāṁ karī karīnē karavuṁ rē śuṁ

nathī karī ābāda jyāṁ ājanē karī kālanō vicāra, barabāda vadhārē karavī rē śuṁ

hiṁmata nathī jyāṁ ēka pala sāmē jhajhūmavānī, tyāṁ divasa-rātanī vātō karavī rē śuṁ

kyāṁ kamī chē āma ē duḥkhamāṁ karīnē yāda kālanē vadhārō ēmāṁ karavuṁ rē śuṁ

jāṇa nathī jyāṁ ājanī pūrī, tyāṁ kālanē jāṇavānī kōśiśa karavī rē śuṁ

hisāba nathī jyāṁ palanō jīvanamāṁ, tyāṁ gaṇatarī havē karavī rē śuṁ

nā samajīē jyāṁ samayanī mūlyatā, tyāṁ havē khōṭuṁ raḍavuṁ rē śuṁ

āḍaṁbarō nē dhatiṁgōmāṁ rahyō chuṁ rācatō, tyāṁ satyanī vāta karavī rē śuṁ

ahaṁkāranā naśāmāṁ cūra chuṁ tyāṁ, prabhu bhaktinī vāta karavī rē śuṁ