નથી જ્યાં આપણી વચ્ચે અંતર પ્રભુ, ત્યાં અંતર કોણ પાડી જાય છે ?
છે તું મારી સંગ તો સદા, તો તારાથી દૂર મને પ્રભુ કોણ લઈ જાય છે?
કોઈક તો છે જે પ્રભુ આપણી વચ્ચે આવી જાય છે
હોવા છતાં નિકટતા દૂરીનો અહેસાસ અપાવીને એ જાય છે
કરવા ચાહું હું તારા દીદાર પ્રભુ, પણ વચ્ચે અવરોધ આવી જાય છે
એ કોણ છે ને શું છે કે પ્રભુ, આપણી વચ્ચે ફાવી જાય છે?
મારી તમન્નાઓને તોડી જાય છે, મને દુઃખી કરી જાય છે
ભુલાવી જાય છે મારી મંઝિલને, મને અધવચ્ચે ભટકાવી જાય છે
મારામાં છુપાયેલા ભેદભાવ ને અભાવો પ્રભુ, કામ આ કરી જાય છે
પ્રભુ આપણા એકરૂપતાના તાલને, એ તોડી જાય છે, અંતરમાં અંતર કોણ પાડી જાય છે?
- સંત શ્રી અલ્પા મા
nathī jyāṁ āpaṇī vaccē aṁtara prabhu, tyāṁ aṁtara kōṇa pāḍī jāya chē ?
chē tuṁ mārī saṁga tō sadā, tō tārāthī dūra manē prabhu kōṇa laī jāya chē?
kōīka tō chē jē prabhu āpaṇī vaccē āvī jāya chē
hōvā chatāṁ nikaṭatā dūrīnō ahēsāsa apāvīnē ē jāya chē
karavā cāhuṁ huṁ tārā dīdāra prabhu, paṇa vaccē avarōdha āvī jāya chē
ē kōṇa chē nē śuṁ chē kē prabhu, āpaṇī vaccē phāvī jāya chē?
mārī tamannāōnē tōḍī jāya chē, manē duḥkhī karī jāya chē
bhulāvī jāya chē mārī maṁjhilanē, manē adhavaccē bhaṭakāvī jāya chē
mārāmāṁ chupāyēlā bhēdabhāva nē abhāvō prabhu, kāma ā karī jāya chē
prabhu āpaṇā ēkarūpatānā tālanē, ē tōḍī jāya chē, aṁtaramāṁ aṁtara kōṇa pāḍī jāya chē?
Explanation in English
|
|
When there is no separation between us Oh God, then who creates this separation between us?
You are with me all the time, then who is taking me away from you Oh God?
There is someone that is coming between us Oh God.
Inspite of being near, it gives the feeling of being far away from each other.
I wish to worship you Oh God, but obstacles come in the way.
Who is it and what is it Oh God, that it has become comfortable in between us.
It breaks my wishes and make me unhappy.
It makes me forget my goal and makes me go astray in between.
The differentiations in me and the lacking hidden in me are doing this Oh God.
The harmony of oneness between us Oh God is broken by them.
Who is creating this distance within?
|