જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં બધું આપોઆપ થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, પ્રેમની અવિરત ધારામાં નહાવાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, કર્મ બંધન ત્યાં તૂટી જાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, જીવનમાં આનંદ છલકાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં મલીનતા સઘળી મટી જાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં વિકારોના નાચ ખતમ થઈ જાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં મનની ચંચળતા ખતમ થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં સાચી રાહે ચલાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં ગુણદોષમાંથી મુક્ત થવાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, તારું-મારું તો બંધ થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં નાસમજી બધી ખતમ થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં દિવ્યતાથી જીવન ઊભરાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, આનંદ મંગળનાં ગીત ગવાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, સર્વત્ર શુભ ને શુભ થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, શોક-ભયનું અસ્તિત્વ ખતમ થાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ભાવ ને વિચારોથી પર થવાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ગણતરી સઘળી ભુલાય છે
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં જીવન સફળ તો થાય છે
- સંત શ્રી અલ્પા મા
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ badhuṁ āpōāpa thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ sācuṁ jñāna prāpta thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, prēmanī avirata dhārāmāṁ nahāvāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, karma baṁdhana tyāṁ tūṭī jāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, jīvanamāṁ ānaṁda chalakāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ malīnatā saghalī maṭī jāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ vikārōnā nāca khatama thaī jāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ mananī caṁcalatā khatama thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ sācī rāhē calāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ guṇadōṣamāṁthī mukta thavāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tāruṁ-māruṁ tō baṁdha thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ nāsamajī badhī khatama thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ divyatāthī jīvana ūbharāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, ānaṁda maṁgalanāṁ gīta gavāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, sarvatra śubha nē śubha thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, śōka-bhayanuṁ astitva khatama thāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, bhāva nē vicārōthī para thavāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, gaṇatarī saghalī bhulāya chē
jyāṁ astitva ēnuṁ svīkārāya chē, tyāṁ jīvana saphala tō thāya chē
|