જ્યાં સ્વાર્થ ગંધાય છે, જ્યાં નામસજી નાચ નાચે છે
ત્યાં સત્ય ના સમજાય છે, ત્યાં સત્ય ના દેખાય છે
પ્યારભર્યું હૈયું ને નિર્મળ પ્રેમની, ના કદર ત્યાં થાય છે
નિર્મળતામાં પણ ત્યાં, દોષ જોવા બેસાય છે
થાય આવું જ્યારે, ત્યારે પ્રભુ સાથેનું તાદાત્મય છૂટી જાય છે
મારું મારું ને માયામાં મન, ત્યાં ખોવાઈ જાય છે
પ્રેમભર્યું હૈયું ને પ્રેમભરી આંખોનાં, ના દર્શન ત્યાં થાય છે
થાય છે વ્યવહાર એવા જેમાં, નાસમજી ના ખેલ રચાય છે
સત્ય ત્યાં ભૂલી જવાય છે, વીતેલી પળ વીસરી જવાય છે
મનુષ્યના જીવનમાં આવું જ ચક્ર તો, ચાલતું ને ચાલતું જાય છે
- સંત શ્રી અલ્પા મા