View Hymn (Bhajan)
Hymn No. 4860 | Date: 08-Apr-20202020-04-082020-04-08કુદરતની એક ચાલમાં, થાય ઘણા શિકાર, ભાઈ થાય ઘણા શીકારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kudaratani-eka-chalamam-thaya-ghana-shikara-bhai-thaya-ghana-shikaraકુદરતની એક ચાલમાં, થાય ઘણા શિકાર, ભાઈ થાય ઘણા શીકાર
કોઈને શીખવે, કોઈને સમજાવે, કોઈના બેડા થાય પાર
રીત એની ના સમજાય, રીત એની અનોખી ના એ સમજાય
પ્યારના વાર એના સઘળા, લાગે કદી કદી એ આકરા
જીવન એના માર વિના ના જીતાય, જીવનમાં ના કાંઈ શિખાય
વૃત્તિઓનું ભ્રમણ, આપણી વૃત્તિથી ના રે છુટાય
તોડાવે એ વૃત્તિઓની જાળ, એવી જે જાળ ના દેખાય
બદલીને પણ ઘણા ના બદલાય, આવું તો રે થાય
કુદરતની એક ચાલમાં, થાય ઘણા શિકાર, ભાઈ થાય ઘણા શીકાર