View Hymn (Bhajan)
Hymn No. 4862 | Date: 13-Apr-20202020-04-132020-04-13પ્રભુ ને પ્રેમથી યાદ કરીને જો, જીવન કેવું મહેકી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-ne-premathi-yada-karine-jo-jivana-kevum-maheki-jaya-chheપ્રભુ ને પ્રેમથી યાદ કરીને જો, જીવન કેવું મહેકી જાય છે
દિવ્ય સુગંધથી જીવન, આખું ભરાઈ જાય છે
ના જીવવા જેવું લાગતા જીવનમાં, ધ્યેય એક મળી જાય છે
સત્ય સમજાય છે, અસ્તિત્વની ઓળખાણ આપોઆપ થાય છે
વિચારો શમવા લાગી જાય છે, ભાવોમાં પ્રેમ ઊભરાય છે
અંતર આનંદમાં ઝૂમે છે એવું, દુવિધા સઘળી મટી જાય છે
પ્રેમ સ્વરૂપને યાદ કરતાં, પ્રેમ જીવનમાં ઊભરાય છે
પ્રેમની પહેચાન થાતાં જીવનમાં મંઝિલ એની દેખાય છે
મળે છે બધું ત્યાં સત્ય-અસત્યની, પહેચાન આપોઆપ થાય છે
જીવન ત્યાં જીવાય એવું કે, અસ્તિત્વ એનું રહી જાય છે
પ્રભુ ને પ્રેમથી યાદ કરીને જો, જીવન કેવું મહેકી જાય છે