View Hymn (Bhajan)
Hymn No. 2275 | Date: 22-Sep-19971997-09-221997-09-22જ્યાં થાય છે કતલ સરેઆમ હજારો દિલોની ત્યાં ક્યાં વાત કરવી દિલની ઠેસનીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-thaya-chhe-katala-sareama-hajaro-diloni-tyam-kyam-vata-karavi-dilaniજ્યાં થાય છે કતલ સરેઆમ હજારો દિલોની ત્યાં ક્યાં વાત કરવી દિલની ઠેસની
મળતી નથી જગા એવી કે કોઈ, કહો આ જમાનામાં ક્યાં અખંડ જગ્યા ગોતવી
તૂટ્યા છે મહેલો આખેઆખા, ત્યાં એક ભીતની તીરાડની શું વાત કહેવી
હશે અન્ય માટે નાની વાત, પણ છે મારા માટે તો બહુ મેટી વાત, આ કોને સમજાવવી
સેંકડો અરમાનો પડયા છે બેકફન, ત્યાં એક અરમાનનું કફન શું સીવડાવવું
દહેસતથી ભરેલા આ યુગમાં, દિલને મહેફૂજ રાખવાની કળા ક્યાંથી શીખવી
જિંદગી જ છે જ્યાં એક કબર, ત્યાં મોત માટેની રાહ શું જોવી
શ્વાસે શ્વાસે દમ તોડતા દિલને, ક્યાં સુધી જીવવાની કસમ આપવી
જાણી નથી જેણે જિંદગીને એને જિંદગીની વાત જઈને શું કહેવી
છૂટ્યો નથી ડર જેને મોતનો, જીવનમાં એને જીવવાની મજા શું આવવાની
જ્યાં થાય છે કતલ સરેઆમ હજારો દિલોની ત્યાં ક્યાં વાત કરવી દિલની ઠેસની