View Hymn (Bhajan)
Hymn No. 2269 | Date: 17-Sep-19971997-09-171997-09-17વિકારોથી મુક્તિ આપો, ભક્તિભાવમાં સ્થિરતા આપોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vikarothi-mukti-apo-bhaktibhavamam-sthirata-apoવિકારોથી મુક્તિ આપો, ભક્તિભાવમાં સ્થિરતા આપો
તમારી ને મારી વચ્ચે છે જે અંતર, એને તમે તો કાપો
પ્રભુ આપો આપો પરમ પદ ને પરમ જ્ઞાન અમને આપો
દુઃખદર્દથી ભરપૂર ભાવનાઓથી, અમને મુક્તિ આપો
પ્રભુ તમારો પ્રેમ આપો, તમારો પ્યાર અમને આપો
જે થકી બંધાયા અમે બંધનમાં, એ બધા બંધન તમે કાપો
અવિકારી ને અચલ એવા, આત્મધ્યાનની શક્તિ આપો
ગમગીન અમારા હૃદયને, પ્રભુ અમર આનંદ આપો
ભૂલી ગયા છે પગ અમારા સાચો પંથ, અમને સાચો પંથ આપો
ભટકી ભટકી થાકી ગયા હવે અમને, પરમ વિસામો આપો
વિકારોથી મુક્તિ આપો, ભક્તિભાવમાં સ્થિરતા આપો