કાચા રે મનના, અમે રે કાચા માનવી, છીએ રે અમે કાચા માનવી
ઢળીએ ક્યારેક એક કોર, તો બીજી કોર ઢળીએ, પણ સ્થિર અમે ના રહીએ - છીએ...
ગણતરી ખુદની સ્થિરતામાં જ અમે કરાવીએ, એવા રે અમે - છીએ...
ભલું કરે જે અમારું, અમે તો એને જ રે ગાળો ભાંડીએ - છીએ...
ડગલે ને પગલે, ખુદના જ પગપર, કુહાડી અમે મારતા રહીએ - છીએ...
કરવું છે શું, શું નથી કરવું, એમાં સદા ધ્યેય ને ભૂલતા રહીએ - છીએ...
કોઈ માગે કે ના માગે, અમારી કચાસના સબૂત અમે બધાને આપતા રહીએ - છીએ...
બચવા કાજે કરીએ કોશિશો, અમે, માર પર માર ખાતા ને ખાતા રહીએ - છીએ...
કરીએ કાર્ય એવા અમે, જીવનમાંથી, મૂંઝવણમાંથી બહાર ના નીકળી શકીએ - છીએ...
ના જોડી શકીએ મન તારામાં પ્રભુ, વિશ્વાસમાં હલતા રહીએ - છીએ...
- સંત શ્રી અલ્પા મા
kācā rē mananā, amē rē kācā mānavī, chīē rē amē kācā mānavī
ḍhalīē kyārēka ēka kōra, tō bījī kōra ḍhalīē, paṇa sthira amē nā rahīē - chīē...
gaṇatarī khudanī sthiratāmāṁ ja amē karāvīē, ēvā rē amē - chīē...
bhaluṁ karē jē amāruṁ, amē tō ēnē ja rē gālō bhāṁḍīē - chīē...
ḍagalē nē pagalē, khudanā ja pagapara, kuhāḍī amē māratā rahīē - chīē...
karavuṁ chē śuṁ, śuṁ nathī karavuṁ, ēmāṁ sadā dhyēya nē bhūlatā rahīē - chīē...
kōī māgē kē nā māgē, amārī kacāsanā sabūta amē badhānē āpatā rahīē - chīē...
bacavā kājē karīē kōśiśō, amē, māra para māra khātā nē khātā rahīē - chīē...
karīē kārya ēvā amē, jīvanamāṁthī, mūṁjhavaṇamāṁthī bahāra nā nīkalī śakīē - chīē...
nā jōḍī śakīē mana tārāmāṁ prabhu, viśvāsamāṁ halatā rahīē - chīē...
|