View Hymn (Bhajan)
Hymn No. 4539 | Date: 06-Aug-20162016-08-062016-08-06કહીએ છીએ આપણે કે, કોઈ કોઈના કહેવામાં આવી ગયુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kahie-chhie-apane-ke-koi-koina-kahevamam-avi-gayumકહીએ છીએ આપણે કે, કોઈ કોઈના કહેવામાં આવી ગયું
કહીએ છીએ આપણે કે, ઈશ્વર તરફ વધતો જીવ માયામાં મોહાઈ ગયો
મળ્યા સાથી સંગાથી એવા કે, જીવન એનું બરબાદ કરી ગયા
ભક્તિની ધારાઓ વહી રહી હતી જે હૈયામાં, એમાં વિકારો ઉત્પન કરી ગયા
સારો માણસ હતો બહુ એ તો, લોકો એને બગાડી ગયા
નહીં નહીં આ તો સત્ય નથી, આ તો સત્ય નથી
અંગુલીમાર મળ્યા ગૌતમ બુદ્ધને, કેમ ગૌતમબુદ્ધ પરિવર્તિત ના થયા
મળ્યા અનેક સંતોને અનેક અસુરો, કેમ એ તો ના બદલાયા
વહી રહી હતી ખુદની અંદર જ કંઈક, અનેક અશુદ્ધ ધારાઓ
છુપાયેલી હતી અનેક વૃત્તિઓ અંદર, મળતા સંગાથી એ બહાર આવી ગઈ
સુખસાહ્યબી ને સગવડ મળતાં, પ્રભુને એ તો ભુલાવી ગઈ
કહીએ છીએ આપણે કે, કોઈ કોઈના કહેવામાં આવી ગયું