View Hymn (Bhajan)
Hymn No. 4840 | Date: 06-Aug-20192019-08-062019-08-06'મા' તારામાં વિશ્વાસ એવો જગાડ, એવો જગાડ (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ma-taramam-vishvasa-evo-jagada-evo-jagada'મા' તારામાં વિશ્વાસ એવો જગાડ, એવો જગાડ (2)
અંતરના દ્વંદ્વ બધા ખતમ રે થાય, 'મા' તારામાં વિશ્વાસ જગાડ
'મા' તારામાં પ્રેમ એવો જગાડ, એવો જગાડ... (2)
અંતરના બાંધ બધા તૂટી રે જાય, 'મા' તારામાં ....
'મા' તારી જ્ઞાનગંગામાં એવો ડુબાડ, એવો ડુબાડ ... (2)
વિચારોનાં વાદળ બધાં દૂર થઈ રે જાય, 'મા' તરામાં ...
'મા' તારું ધ્યાન તું એવું કરાવ, એવું કરાવ ... (2)
જગતનાં ભાન બધાં ભૂલી રે જવાય ...
'મા' તારામાં વિશ્વાસ એવો જગાડ, એવો જગાડ (2)