Home » All Hymns » કાંઈક કરવું હોય છે ને કાંઈક થઈ જાય છે (2)
  1. Home
  2. All Hymns
  3. કાંઈક કરવું હોય છે ને કાંઈક થઈ જાય છે (2)
Hymn No. 1703 | Date: 23-Aug-19961996-08-23કાંઈક કરવું હોય છે ને કાંઈક થઈ જાય છે (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kamika-karavum-hoya-chhe-ne-kamika-thai-jaya-chheકાંઈક કરવું હોય છે ને કાંઈક થઈ જાય છે (2)
છે મારા મનની ગતિ એટલી કે મને ખબર પડે એ પહેલાં બધું બદલાઈ જાય છે
પળમાં અહીં તો પળમાં બીજે, પળ પહેલાં પોતાની ચાલ એ બદલતો જાય છે
કરું હજી હું કાંઈ, ના કરું એ પહેલાં તો નકશો આખો બદલાઈ જાય છે
કરું તો કરું શું ક્યારેક, ના એ મને તો સમજાય છે, ના કાંઈ મારાથી થાય છે
ચાહું હરકામમાં સાથ મારા મનનો, જ્યાં ના દે સાથ એ પૂરો, ત્યાં કાર્ય અધૂરું રહી જાય છે
કરવાનાં કેટલાં કાર્ય છે અધૂરાં, કરવા પૂરાં એને કેમ ને કેવી રીતે ના એ સમજાય છે
મળે જો સાથ મને એનો ,તો કાર્ય તો ઝડપથી પાર પડી જાય છે
આપે સાથ મને એ ક્યારે, ક્યારે નહીં કહેવું એ મુશ્કેલ તો બની જાય છે
અણધાર્યા આદરી જાય છે ને ધાર્યાં અધૂરા મૂકી એ જાય છે, છે મારા મનની ગતિ…
આવા મારા મને સુધારવો છે પ્રભુ, કહી દીધું કહેવાનું મેં બધું, હવે તારે કરવાનું છે
Text Size
કાંઈક કરવું હોય છે ને કાંઈક થઈ જાય છે (2)

Lyrics in English
kāṁīka karavuṁ hōya chē nē kāṁīka thaī jāya chē (2)
chē mārā mananī gati ēṭalī kē manē khabara paḍē ē pahēlāṁ badhuṁ badalāī jāya chē
palamāṁ ahīṁ tō palamāṁ bījē, pala pahēlāṁ pōtānī cāla ē badalatō jāya chē
karuṁ hajī huṁ kāṁī, nā karuṁ ē pahēlāṁ tō nakaśō ākhō badalāī jāya chē
karuṁ tō karuṁ śuṁ kyārēka, nā ē manē tō samajāya chē, nā kāṁī mārāthī thāya chē
cāhuṁ harakāmamāṁ sātha mārā mananō, jyāṁ nā dē sātha ē pūrō, tyāṁ kārya adhūruṁ rahī jāya chē
karavānāṁ kēṭalāṁ kārya chē adhūrāṁ, karavā pūrāṁ ēnē kēma nē kēvī rītē nā ē samajāya chē
malē jō sātha manē ēnō ,tō kārya tō jhaḍapathī pāra paḍī jāya chē
āpē sātha manē ē kyārē, kyārē nahīṁ kahēvuṁ ē muśkēla tō banī jāya chē
aṇadhāryā ādarī jāya chē nē dhāryāṁ adhūrā mūkī ē jāya chē, chē mārā mananī gati…
āvā mārā manē sudhāravō chē prabhu, kahī dīdhuṁ kahēvānuṁ mēṁ badhuṁ, havē tārē karavānuṁ chē

Explanation in English
Want to do one thing and something else happens.

The speed of my mind is so much that even before I realise everything changes.

In one moment here and the next moment there, even before a moment is over it changes its style.

Before I do something or not, the whole plan just changes.

What should I do, that I do not understand, I am unable to do anything.

In every action, I want the support of my mind; when I don’t get its complete support then the work remains incomplete.

There are so many things that are incomplete, how to complete them I do not understand.

If I get the support of my mind, then each work gets completed quickly.

When will it give me support and when it will not, to predict that is difficult.

Unexpected things get completed and expected outcomes it leaves them incomplete.

Please reform this mind of mine Oh God; I have told you all that I had to tell you, now you have to do Oh God.