View Hymn (Bhajan)
Hymn No. 3345 | Date: 27-Mar-19991999-03-271999-03-27કંઈક નાની વાતનું કરી વતેસર, શાને બુદ્ધિને તમે ડાઘ આવા લગાડયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kamika-nani-vatanum-kari-vatesara-shane-buddhine-tame-dagha-ava-lagadayaકંઈક નાની વાતનું કરી વતેસર, શાને બુદ્ધિને તમે ડાઘ આવા લગાડયા
અરે ધરીશું જ્યાં પ્રેમથી પુષ્પો, અમે તમારા ચરણે
દિલ તમારું ત્યારે તમે, ખાલી કર્યા વિના નથી રહેવાના
પ્રેમ પામવા તમે પણ તલસી જાશો, કે એના વિના નથી રહેવાના
તો રહો છો ચૂપ તમે શાને, અમારાથી શું એ નથી કહેવાના
મૌન છે અતિપ્રિય તમને તો, કેમ શીખવાડયા શબ્દ ના ઘણા
હારી જાશો આખર તમે પ્રેમ પાસે અમારા, પછી નહીં ચાલે બહાના
લાગશે વાર જરૂર મનાવતા, પણ આખર તમે માનવાના
ખાત્રી છે એ તો એમને કે, વધારે તમે નથી ચૂપ રહી શકવાના
અમારા પ્યારના તમે પણ તો છો દિવાના, કે દિલ તમારું ત્યારે
કંઈક નાની વાતનું કરી વતેસર, શાને બુદ્ધિને તમે ડાઘ આવા લગાડયા