View Hymn (Bhajan)
Hymn No. 3346 | Date: 27-Mar-19991999-03-271999-03-27મધુર શેરડી કહે છે શું, જીવનમાં જરા સાંભળતા જાજોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=madhura-sheradi-kahe-chhe-shum-jivanamam-jara-sambhalata-jajoમધુર શેરડી કહે છે શું, જીવનમાં જરા સાંભળતા જાજો
ઓ નરનારી એના સંદેશાને, હૈયામાં વસાવતા જાજો
કહે છે એ તો સહુને મીઠાશને મારી, તમે ચાખતા જાજો
ને કચરેલા દિલ પર સંદેશા લખતા જાજો
અંગે અંગમાં ભરી છે મીઠાશ મેં તો, મજા એની લેતા જાજો
મારી એ મીઠાશને તમે, તમારા અંગેઅંગમાં ભરતા જાજો
હશે જ્યાં તમારા અંગેઅંગમાં મીઠાશ, તો ખુશ તમે રહેશો
માધુર્ય હશે ભર્યુ જીવનમાં તો, સફળતા પામતા જાશો
મૃદુતા ને માધુર્યનો કરી સમાગમ, દિલને તમારા પ્રભુનું દિલ બનાવી દેજો
હરએક માટે રહે માધુર્ય રહે ઝરતું, બદલી એમા ના આવવા દેજો
વહેશે પ્રવાહ પ્રભુના દિલમાં, તમારા એ પૈગામ સહુને આપતા જાજો
મધુર શેરડી કહે છે શું, જીવનમાં જરા સાંભળતા જાજો