View Hymn (Bhajan)
Hymn No. 3344 | Date: 27-Mar-19991999-03-271999-03-27રહ્યાં નથી દૂર પ્રભુ તમે જો અમારાથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=rahyam-nathi-dura-prabhu-tame-jo-amarathiરહ્યાં નથી દૂર પ્રભુ તમે જો અમારાથી
છો દૂર એવા ભાવ, હૈયામાં જાગવા ના દેતા
યાદે યાદે આકાર લે જો યાદો અમારી
યાદમાં તમારા આકારો ના ભૂંસી દેતા
પ્રેમ છે જો સીડી પાસે, પહોંચવાની તમારી
અરે હૈયામાંથી એ સીડીને, ના તોડી નાખતા
છો પ્રકાશ ના પૂંજ જ્યાં જગમાં તો તમે
તમારા તેજ વિના અંધકારમાં, મને રહેવા ના દેતા
દિલથી દૂર છો તમે, એવું કદી જાગવા ના દેતા
કે દિલમાં અમારા સદા તમે છો વસતા
રહ્યાં નથી દૂર પ્રભુ તમે જો અમારાથી