View Hymn (Bhajan)
Hymn No. 3004 | Date: 21-Nov-19981998-11-211998-11-21દિલમાંથી જેના દિલાવરી નીકળી ગઈ છે, એના જેવો બીજો કોઈ ગરીબ નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dilamanthi-jena-dilavari-nikali-gai-chhe-ena-jevo-bijo-koi-gariba-nathiદિલમાંથી જેના દિલાવરી નીકળી ગઈ છે, એના જેવો બીજો કોઈ ગરીબ નથી
હરેક સંતાન ઐશ્વર્યવાન પિતાના પુત્ર છે, પણ દિલની દિલાવરી ખોય છે ત્યાં, એના જેવો બીજો કોઈ ગરીબ નથી
ગરીબીને એની શું વર્ણવી, કે એના જેવો ગરીબ ગોત્યો મળતો નથી
પૈસો આવતા તવંગર બનશે, હૈયાની દિલાવરી ગઈ જીવનમાંથી, એને કાંઈ મળવાનું નથી
દિલની દિલાવરીથી રીઝશે પ્રભુ, જીવના અન્ય વાતોથી એ રીઝવાના નથી
દિલાવરી છે ખુશીનો ખજાનો, હોય જેના દિલમાં દિલાવરી, નિરાશામાં વધારે ભમતો નથી
દોલત છે એ તો દિલની એવી, કે ચાહે કોઈ લૂંટે તોય લૂંટી શક્તો નથી
સંજોગોના બદલાતા નાચની અસર, એના દિલપર વધારે થાતી નથી
દિલની દિલાવરીની સાથે ચમકતા, ચહેરા આનંદિત થયા વિના રહેતા નથી
એ દિલને ચાહે પ્રભુ પણ, એનાથી એ દૂર રહી શક્તો નથી
દિલમાંથી જેના દિલાવરી નીકળી ગઈ છે, એના જેવો બીજો કોઈ ગરીબ નથી