View Hymn (Bhajan)
Hymn No. 643 | Date: 20-Mar-19941994-03-201994-03-20કરવી નથી કોઈ ઇચ્છા પ્રભુ મને તારા દર્શન વિના, તોય અન્ય ઇચ્છા જાગી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karavi-nathi-koi-ichchha-prabhu-mane-tara-darshana-vina-toya-anya-ichchhaકરવી નથી કોઈ ઇચ્છા પ્રભુ મને તારા દર્શન વિના, તોય અન્ય ઇચ્છા જાગી જાય છે
હસ્તા મુખડા પરથી હાસ્ય એ તો ચોરી જાય છે, ઇચ્છા એવી જાગી જાય છે
બનીને રૂકાવટ રાહમાં એ તો મારી, પથરાઈ જાય છે, ઇચ્છા એવી જાગી જાય છે
તારા ને મારા દર્શન વચ્ચે પ્રભુ પડદો આ કેવો પડી જાય છે
ઇચ્છાઓનો હાર ગળામાં મારા, મને કોણ પહેરાવી જાય છે
હોય છે તું પાસે ને પાસે તોય, તારાથી દૂર એ કરી મને જાય છે, ઇચ્છા દિલમાં મારા એવી જાગી જાય છે
ભુલાવીને ધ્યેય ને ભટકવવા પર મજબૂર મને કરી જાય છે , ઇચ્છા દિલમાં મારા એવી જાગી જાય છે
ચિત્તને ચકડોળે ચઢાવી મને, એ તો ભમાવી જાય છે, ઇચ્છા એવી જાગી જાય છે
દોસ્તમાં દુશ્મનને, દુશ્મનમાં દોસ્તના દર્શન કરાવી જાય છે
ઊંઘ ને આરામ લૂંટી, દુઃખદર્દ મને આપી જાય છે, ઇચ્છા દિલમાં ….
કરવી નથી કોઈ ઇચ્છા પ્રભુ મને તારા દર્શન વિના, તોય અન્ય ઇચ્છા જાગી જાય છે