View Hymn (Bhajan)
Hymn No. 931 | Date: 20-Aug-19941994-08-201994-08-20કરી કરીને પ્રભુ પણ, આખર તો છે શું કરવાનોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-karine-prabhu-pana-akhara-to-chhe-shum-karavanoકરી કરીને પ્રભુ પણ, આખર તો છે શું કરવાનો
ના માને જ્યાં વાત તું એની, ના ચાલે તું પથ પર રે એના
સમજાવે એ તો તને રે ઘણું, સંજોગો દ્વારા રે જીવનમાં
ના કરે જ્યાં તું એની દરકાર, આખર પ્રભુ પણ શું કરવાનો
કરી શકે છે બધું એ તો તોય, નહીં એ કાંઈ તો કરવાનો
છે ઇરાદો તો એનો, તારી પાસે જ બધું કરાવવાનો
નહીં માને જ્યાં વાત એની એ તો, તને તારા હાલ પર છોડવાનો
જાણે છે એ તો આખર, તું ફરિયાદ ને ફરિયાદ છે કરવાનો
સ્વીકારી નથી વાત એની તો, એ ભૂલથી પણ નથી સ્વીકારવાનો
છે અંતરયામી એ તો, તારી હર ચાલને જાણનારો, નથી અજાણ તારાથી
જ્યાં રોકે એ ના, તું ના રોકાય ત્યાં, આખર એ પણ શું કરવાનો
ત્યાં તારી ચાલ ને તારા કર્મ પર છે એ છોડવાનો
કરી કરીને પ્રભુ પણ, આખર તો છે શું કરવાનો