View Hymn (Bhajan)
Hymn No. 930 | Date: 20-Aug-19941994-08-201994-08-20ના ઉદાશ થા ના નિરાશ થા, જીવનમાં પ્રયત્ન પર પ્રયત્ન તું કરતો જાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-udasha-tha-na-nirasha-tha-jivanamam-prayatna-para-prayatna-tum-karatoના ઉદાશ થા ના નિરાશ થા, જીવનમાં પ્રયત્ન પર પ્રયત્ન તું કરતો જા
ના થાકીને તું બેસ, ના માન હાર તું જીવનમાં, પ્રયત્ન પર પ્રયત્ન તું કરતો જા
લાગશે તને ભલે નિષ્ફળ તારા હર એક પ્રયત્ન, તને તો આજ
ભલે ના મળશે તને જિત તારા મકસદમાં તો, તોય તું પ્રયત્ન કરતો જા
તારા જ પ્રયત્ન તારી તને રે જાશે, પહોંચવું છે જે ઊંચાઈએ ત્યાં એ લઈ જાશે
કરેલા પ્રયત્ન ના કદી એ નિષ્ફળ જાશે, કામિયાબીની સીડી તૈયાર કરી જાશે
કયો પ્રયત્ન તારો પહેલો હશે ને કયો અંતિમ હશે, ના એ કાંઈ કહેવાશે
આખર તારા પ્રયત્ન જ તને સફળતા આપી રે જાશે, તારા લક્ષ્યને વીંધી રે જાશે
ઉદાસીનતા ને નિરાશા ભરેલા પ્રયત્ન, અસફળતા વિના બીજું ના કાંઈ આપશે
જોશ અને લગ્નભર્યા તારા પ્રયત્ન, તને ગમતા ફળ આપી રે જાશે
ના ઉદાશ થા ના નિરાશ થા, જીવનમાં પ્રયત્ન પર પ્રયત્ન તું કરતો જા