View Hymn (Bhajan)

Sr No. 936 | Date: 20-Aug-19941994-08-20પળે-પળે ને શ્વાસે-શ્વાસે બદલાતી જીવનની કહાની, કોને સંભળાવું રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=palepale-ne-shvaseshvase-badalati-jivanani-kahani-kone-sambhalavum-reપળે-પળે ને શ્વાસે-શ્વાસે બદલાતી જીવનની કહાની, કોને સંભળાવું રે

હું મારા જીવનની કહાની, કોને રે સંભળાવું રે

કરું વિચાર, ત્યાં હોય પરિસ્થિતિ કાંઈ બીજી, કરું શરૂઆત એની હું ક્યાંથી રે

સમજાતું નથી, જણાતું નથી, જીવનની કહાની સંભળાવું કેમ, કોને ને કેવી રીતે રે

ક્યારે હોય કયા મોડ પર, તો ક્યારે હોય એ કયા રસ્તા પર, કોને સંભળાવું રે

જ્યાં ખુદને પણ પૂરી ના સમજાય રે, ત્યાં કોને જઈને કહું રે, કોને સંભળાવું રે

અંદર ને અંદર હું તો ખૂબ મૂંઝાઊં, નથી સમજાતું, હું ક્યાં જાઉં રે

કહું જો કોઈને, તો લાગે એ ગાંડપણભરી વાત, જીવનની કહાની કોને સંભળાવું રે

મળ્યો નથી કોઈ એવો જે જાણે મારા દિલની વાત, જીવનની કહાની કોને સંભળાવું રે

સમજાવે મને મારા જીવનની ગૂંચવણભરી હર વાત, જીવનની કહાની કોને સંભળાવું રે

થાકી લાચાર બની આવ્યો છું પ્રભુ તારી પાસ રે

કહેવી નથી કોઈને, હવે સમાવી લેજે તારામાં, પ્રભુ છે એ તો તારી વાત રે

પળે-પળે ને શ્વાસે-શ્વાસે બદલાતી જીવનની કહાની, કોને સંભળાવું રે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

palē-palē nē śvāsē-śvāsē badalātī jīvananī kahānī, kōnē saṁbhalāvuṁ rē

huṁ mārā jīvananī kahānī, kōnē rē saṁbhalāvuṁ rē

karuṁ vicāra, tyāṁ hōya paristhiti kāṁī bījī, karuṁ śarūāta ēnī huṁ kyāṁthī rē

samajātuṁ nathī, jaṇātuṁ nathī, jīvananī kahānī saṁbhalāvuṁ kēma, kōnē nē kēvī rītē rē

kyārē hōya kayā mōḍa para, tō kyārē hōya ē kayā rastā para, kōnē saṁbhalāvuṁ rē

jyāṁ khudanē paṇa pūrī nā samajāya rē, tyāṁ kōnē jaīnē kahuṁ rē, kōnē saṁbhalāvuṁ rē

aṁdara nē aṁdara huṁ tō khūba mūṁjhāūṁ, nathī samajātuṁ, huṁ kyāṁ jāuṁ rē

kahuṁ jō kōīnē, tō lāgē ē gāṁḍapaṇabharī vāta, jīvananī kahānī kōnē saṁbhalāvuṁ rē

malyō nathī kōī ēvō jē jāṇē mārā dilanī vāta, jīvananī kahānī kōnē saṁbhalāvuṁ rē

samajāvē manē mārā jīvananī gūṁcavaṇabharī hara vāta, jīvananī kahānī kōnē saṁbhalāvuṁ rē

thākī lācāra banī āvyō chuṁ prabhu tārī pāsa rē

kahēvī nathī kōīnē, havē samāvī lējē tārāmāṁ, prabhu chē ē tō tārī vāta rē