View Hymn (Bhajan)
Hymn No. 57 | Date: 29-Aug-19921992-08-291992-08-29કરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-rahyo-chhum-moti-vato-dambha-to-hum-nathi-karatoકરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતો
દયાજનક મુખડું મારું, હૈયે દયા નથી મારા,
કરૂણાની ધાર વરસાવતો, ક્રોધથી તો અંદર બળતો બળતો,
કરતો સગપણ બધા સાથે, પણ સ્વાર્થ એમાં પહેલા જોતો,
દુઃખીના દુઃખમાં આંસુ વહાવી, મશ્કરી એની તો કરતો,
નથી અધમ મારા જેવું પાત્ર આ જગમાં,
પ્રભુ ધર્મમય તો તું ને તું જ બનાવીશ
કરી રહ્યો છું મોટી વાતો, દંભ તો હું નથી કરતો