View Hymn (Bhajan)
Hymn No. 602 | Date: 18-Jan-19941994-01-181994-01-18કરીને જૂઠી જીદ, જીવન અમે ગુમાવતા ને ગુમાવતા જઈએ છીએSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karine-juthi-jida-jivana-ame-gumavata-ne-gumavata-jaie-chhieકરીને જૂઠી જીદ, જીવન અમે ગુમાવતા ને ગુમાવતા જઈએ છીએ
અભિમાનને બચાવવામાં ખુદ, મરતા ને મરતા અમે જઈએ છીએ
મેળવવા નિકળીએ છીએ કાંઈ, મેળવવા કરતા વધારે ગુમાવતા જઈએ છીએ
શાન, આનને બચાવવા, આખું જીવન કુરબાન અમે કરીએ છીએ
નાના પથ્થરને મેળવવા માટે, અમે નાહકને જૂઠું લડતા રહીએ છીએ
મળે છે મોકો સુધરવાનો જીવનમાં, સુધરવા કરતા વધારે બગડતા અમે જઈએ છીએ,
કરીએ છીએ એવા કૃત્યો, શરમ લાજને અમે નેવે મૂકી દઈએ છીએ
કરીને મર્યાદાની સીમા પાર, નંગા નૃત્ય કરી નાચતા સદા રહીએ છીએ
પોષવા ખોટી જીદને જીવનમાં, અન્યના સુખચેનનો ભોગ લેતો રહીએ છીએ
અન્યની ઈર્ષામાં જલીને અમે, આખર પોતે રાખની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ
કરીને જૂઠી જીદ, જીવન અમે ગુમાવતા ને ગુમાવતા જઈએ છીએ