View Hymn (Bhajan)
Hymn No. 603 | Date: 20-Jan-19941994-01-201994-01-20સમજાવું તને ઘણું, શીખવાડું તને ઘણું, તું કેમ મારી કરેલી મહેનત પર પાણી ફેરવી જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajavum-tane-ghanum-shikhavadum-tane-ghanum-tum-kema-mari-kareli-mahenataસમજાવું તને ઘણું, શીખવાડું તને ઘણું, તું કેમ મારી કરેલી મહેનત પર પાણી ફેરવી જાય
કરી કરીને કોશિશ તું કેમ આવી કરે, ખુદ ભટકે ને મને ભટકવા પર મજબૂર કરતો તું જાય
રે મન, રે મન તું આ શું કરતો રે જાય, તું આ શું રે કરતો જાય
ભટકાવીને અહીં તહીં ભ્રમણ કરાવીને ખોટા, તું કેમ મને દુઃખના સાગરમાં ડુબાવતો ને ડુબાવતો જાય,
મિત્ર બનીને રહેવાને બદલે તું શત્રુતાના ખેલ કેમ ખેલતો રે જાય રે, મન તું આવું શાને …….
બની અધીરો તું કેમ ના કરવાનું કરતો રે જાય, આ શું રે કરતો જાય, મન ……..
છે કાર્ય જે તને કરવાનું છે એ કાર્ય કેમ ભૂલીને, અધુરું તું મુક્તો રે જાય, મન ……..
અહંકારના પીને જામ, તું મને કેમ તું બહેકાવતો ને બહેકાવતો જાય રે, મન ……..
કરી ભોગની પૂજા, તું મારી માટે કેમ દુઃખનો પ્રસાદ મુક્તો ને મુક્તો રે જાય, મન ……..
શાંતિનું સિંચન કરવાને બદલે, તું કેમ અશાંતિનો છંટકાવ કરતો રે જાય, મન………
સમજાવું તને ઘણું, શીખવાડું તને ઘણું, તું કેમ મારી કરેલી મહેનત પર પાણી ફેરવી જાય