View Hymn (Bhajan)
Hymn No. 601 | Date: 15-Jan-19941994-01-151994-01-15વહેતા આંસુ આંખેથી આખર તો વહી ગયા, વહેતા વહેતા ક્યારે એ બદનામ તો થઈ ગયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vaheta-ansu-ankhethi-akhara-to-vahi-gaya-vaheta-vaheta-kyare-e-badanamaવહેતા આંસુ આંખેથી આખર તો વહી ગયા, વહેતા વહેતા ક્યારે એ બદનામ તો થઈ ગયા,
ના રોક્યા રોકાણા, આંખનો કિનારો એ પાર કરી ગયા, ત્યારે મજબૂરીનું કારણ એ બની ગયા,
લાગતા નાજુક ઠેસ દિલના ઘડાને, આંખેથી તો એ બની દર્દ, બહાર છલકાઈ ગયા,
હાસ્યમાં સમાઈને આ નાની નાની બુંદો, ખુશીના ઝરણા બની, ધોધ આંખેથી સરી પડી
આંખે લાગેલા કાજળને ગાલ પર લગાવી ગયા, વહેતા આંસુ આંખેથી આખર તો વહી ગયા,
હૈયાના સમુદ્રમાં આવી ભાવની ભરતી, આંખોની ધરતીને ભીની એ તો કરી ગઈ, બની આંસુ એ તો વહી ગયા
વિરહની વેદનામાં, લાલ લાલ આંખોથી, ટપટપ કરતા મોતી હૈયાના વિખરાઈ ગયા, આંખથી આંસુ વહી ગયા,
ક્યારેક સુખના સાથી બન્યા, ક્યારેક દુઃખના સાથી બન્યા, બની સુખ-દુઃખના સાથી, આંખેથી આંસુ વહી ગયા,
ક્યારેક આનંદની લહેરમાં તો ક્યારેક ઉદાસીના પળમાં, આંખેથી તો આંસુ વહી ગયા
હૈયાના ભાવના પ્રતીક બની ગયા, આંખે છાયાં વાદળા બની, આંસુ એ વરસી ગયા, આંસુ તો....
વહેતા આંસુ આંખેથી આખર તો વહી ગયા, વહેતા વહેતા ક્યારે એ બદનામ તો થઈ ગયા