View Hymn (Bhajan)
Hymn No. 265 | Date: 03-Aug-19931993-08-031993-08-03કરું હું તો ફરી ફરીને એજ ભૂલ જીવનમાં રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karum-hum-to-phari-pharine-eja-bhula-jivanamam-reકરું હું તો ફરી ફરીને એજ ભૂલ જીવનમાં રે,
કેમ કરી જાણું હું તને, કેમ કરી વધુ આગળ જીવનમાં?
સમજ્યા વગરનું કરું વર્તન સમજીને,
પણ ના બદલે મારું વર્તન, ના આવે એમાં પરિવર્તન
કેમ કરી આગળ જીવનમાં હું તો વધુ?
જગાવી અપેક્ષા હૈયે પ્રભુ, દુઃખી હું તો થાઊં
કરી ખોટા વિચાર જીવનમાં, હું પાછળ ને પાછળ પડતી જાઉં, કેમ આગળ…
અધૂરું સમજી ના સમજી ને કાંઈ પણ હું તો
દુઃખી થાઊં જીવનમાં, કેમ આગળ વધું?
એક ક્ષણમાં તો કેટલાય વિચાર કરું ખોટા
વિચારોમાં હું તો ખેંચાતી જાઉં, કેમ આગળ ….
ના છોડી શકું મને તારા ભરોસે, ના રહી શકું ખુદના ભરોસે જીવનમાં,
મારા હાથે રખડતી ને રઝળતી જાઉં,
ત્યાં ને ત્યાં પાછી આવી જાઉં, કેમ કરી વધુ આગળ જીવનમાં ?
કરું હું તો ફરી ફરીને એજ ભૂલ જીવનમાં રે