View Hymn (Bhajan)
Hymn No. 266 | Date: 03-Aug-19931993-08-031993-08-03પૂર આવે હૈયે આવેશનું, તણાઈ એમાં હું તો જાઉંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pura-ave-haiye-aveshanum-tanai-emam-hum-to-jaumપૂર આવે હૈયે આવેશનું, તણાઈ એમાં હું તો જાઉં
સ્થિર ના રહી શકું એમાં, હું તો તણાઈ જાઉં
આનંદ મારો તો ખોતી જાઉં, પણ પૂરમાં તો હું તણાઈ જાઉં
મળે ના કિનારો કોઈ, જેમ ડૂબતી ને ડૂબતી જાઉં
આવે નવાનવા પૂર તો હૈયે મારા,
ક્યારેક મોહમાં તણાઈ જાઉં,
પ્રભુ હું તો તારી માયામાં અટવાઈ જાઉં,
ક્યારેક ક્રોધ કરવામાં તણાઈ જાઉં,
પ્રભુ હું તો વેરમાં વેરી બની જાઉં,
લાગણીઓમાં તણાઈ જાઉં,
હૈયાની શાંતિ ગુમાવતી જાઉં,
આવતા પૂરમાં હું તો તણાઈ જાઉં
પૂર આવે હૈયે આવેશનું, તણાઈ એમાં હું તો જાઉં