View Hymn (Bhajan)

Sr No. 289 | Date: 02-Aug-19931993-08-02સરતાં આંસુ આંખેથી તો સરી જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=saratam-ansu-ankhethi-to-sari-jayaસરતાં આંસુ આંખેથી તો સરી જાય

અંતરનાં એ મોતી તો વિખરાઈ જાય

હોય પાંપણ બંધ કે ખુલ્લી, સરતાં આંસુ તો સરી જાય

હૈયાના હીરાઓ આવતાં આંખમાં તૂટી જાય

પ્રેમની પહેચાન એ તો કરાવતાં જાય

યાદની ડોરને મજબૂત કરતા જાય

તો ક્યારેક ફરિયાદ કરાવતાં જાય

ક્યારેક સુખમાં તો ક્યારેક દુઃખમાં સરી એ તો જાય

રોકે કોઈ ના એ તો રોકાય, આંસુ તો આંખેથી સરી જાય

સરતાં આંસુ આંખેથી તો સરી જાય
Saratam ansu ankhethi to sari jaya

View Original
Increase Font Decrease Font

 
સરતાં આંસુ આંખેથી તો સરી જાય

અંતરનાં એ મોતી તો વિખરાઈ જાય

હોય પાંપણ બંધ કે ખુલ્લી, સરતાં આંસુ તો સરી જાય

હૈયાના હીરાઓ આવતાં આંખમાં તૂટી જાય

પ્રેમની પહેચાન એ તો કરાવતાં જાય

યાદની ડોરને મજબૂત કરતા જાય

તો ક્યારેક ફરિયાદ કરાવતાં જાય

ક્યારેક સુખમાં તો ક્યારેક દુઃખમાં સરી એ તો જાય

રોકે કોઈ ના એ તો રોકાય, આંસુ તો આંખેથી સરી જાય



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


saratāṁ āṁsu āṁkhēthī tō sarī jāya

aṁtaranāṁ ē mōtī tō vikharāī jāya

hōya pāṁpaṇa baṁdha kē khullī, saratāṁ āṁsu tō sarī jāya

haiyānā hīrāō āvatāṁ āṁkhamāṁ tūṭī jāya

prēmanī pahēcāna ē tō karāvatāṁ jāya

yādanī ḍōranē majabūta karatā jāya

tō kyārēka phariyāda karāvatāṁ jāya

kyārēka sukhamāṁ tō kyārēka duḥkhamāṁ sarī ē tō jāya

rōkē kōī nā ē tō rōkāya, āṁsu tō āṁkhēthī sarī jāya