View Hymn (Bhajan)
Sr No. 1336 | Date: 09-Aug-19951995-08-091995-08-09કરું તો કરું શું, જીવનમાં એ મને સમજાતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karum-to-karum-shum-jivanamam-e-mane-samajatum-nathiકરું તો કરું શું, જીવનમાં એ મને સમજાતું નથી
તારી ઝાંખી માટે કરું લાખ કોશિશ હું, તોય દર્શન તારા થાતા નથી
કરું બંધ આંખ તને જોવા કાજે, તો અંધકાર વિના કાંઈ દેખાતું નથી
ખોલું આંખ તને જોવા કાજે, તો પ્રકાશ વિના કાંઈ દેખાતું નથી
દેખાય છે બધું મને, પણ જે જોવું છે, એ દેખાતું નથી
તારા પ્યાર છલકાવતા એ મુખના દર્શન, મને થાતા નથી
આવે છે નડતર અનેક મને, કરું તો કરું શું, એ સમજાતું નથી
કરું આંખ બંધ કે રાખું ખુલ્લી, સમજ એ મને પડતી નથી
તારા દર્શન વિના પ્રભુ, મારાથી રહેવાતું નથી
કરું કઈ રીતે પ્રયત્ન તને જોવાના, ખબર એની પડતી નથી
કરું તો કરું શું, જીવનમાં એ મને સમજાતું નથી