નથી તું કોઈ યાદ મારી, કે તને હું ભૂલી રે જાઉં
નથી તું કોઈ ભૂલ મારી રે, પ્રભુ કે તને હું ભૂલી રે જાઉં
નથી તું કોઈ ફરિયાદ મારી રે, પ્રભુ કે જેને હું ભૂલી જાઉં
છે પ્રભુ તું તો પ્યાર મારો જે ભુલ્યો ભુલાય નહીં
છે જીવનનો અહેસાસ એવો, જેમાં હું ડૂબતો ને ડૂબતો જાઉં
છે અસ્તિત્વ તું મારું, મારા અસ્તિત્વને કેમ હું ભૂલી રે જાઉં
છે જિંદગીની ની મસ્તી તું મારી, કેમ એને હું ભૂલી રે જાઉં
હાસ્ય છે તું મારા ચહેરાનું, તને કેમ હું ભૂલી રે જાઉં
હશે ભૂલવું સહેલું એ, જે યાદ બનીને આવે
જે અંગેઅંગમાં સમાય, એને તો ભૂલ્યું ના ભુલાય
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
You are not a rememberance that I should forget you
You are not a mistake of mine oh God, that I should forget you
You are not a complaint of mine oh God, that I should forget it
You are my love oh God which cannot be ever forgotten
You are the essence of life in which I drown and immerse
You are my existence oh God, how can I forget my own existence
You are the mischief of my life oh God, how can I forget that
You are the smile of my face, how can I forget you
It may be easy to forget that which comes as a memory
Who is merged in every organ of the body, how can I forget that one.