View Hymn (Bhajan)
Sr No. 3850 | Date: 15-Apr-20002000-04-152000-04-15રૂમઝૂમ પગલે તમે આવો ને, મારી માત ના લગાડો હવે વારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=rumajuma-pagale-tame-avo-ne-mari-mata-na-lagado-have-varaરૂમઝૂમ પગલે તમે આવો ને, મારી માત ના લગાડો હવે વાર
તમારા ઝાંઝરના એ રણકાર સંભળાવો તમે, આજ રૂમઝૂમ પગલે...
કાનને અમારા કરો પવિત્ર આજ સંભળાવો એવો નાદ રૂમઝૂમ પગલે …
છે ઘેરી અંધારી રાત, નથી કોઈનો આવાજ, રૂમઝૂમ પગલે તમે …
દર્દ ભરી નથી કોઈ ફરિયાદ, તમે આવો રે મારા માત રૂમઝૂમ પગલે …
પ્યારની છે મીઠી વાત, તમને આવશે મજા એમાં, આજ રૂમઝૂમ પગલે …
પ્યાર ભરી વિનંતી કરીએ આજ, તમે આવોને રૂડા માત, રૂમઝૂમ પગલે આવો આજ
કરી દૂર તમે આવીને પાસ, અમારી બધી કચાસ, રૂમઝૂમ પગલે આવો
ગરબે રમશું અમે સાથ, તમે રે હૈયામાં કરજો વાસ, રૂમઝૂમ પગલે
આવોને મારી માત, પ્યારથી પુકારીએ અમે આજ, રૂમઝૂમ પગલે…
છે નિરવ એવી રાત, સંભળાય છે મને મારા શ્વાસોશ્વાસ
થાકશો નહીં, રમશું સાથે સાથે આખી રાત
રૂમઝૂમ પગલે તમે આવો ને, મારી માત ના લગાડો હવે વાર