View Hymn (Bhajan)
Hymn No. 3342 | Date: 27-Mar-19991999-03-271999-03-27ખાત્રી છે એમને અમારા હૈયામાં જ્યાં, દીધા છે હૈયામાં અમને વસાવી તમેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khatri-chhe-emane-amara-haiyamam-jyam-didha-chhe-haiyamam-amane-vasaviખાત્રી છે એમને અમારા હૈયામાં જ્યાં, દીધા છે હૈયામાં અમને વસાવી તમે
હવે જલદી તમે અમને નથી ભૂલી જવાના
ચાલુ ને ચાલુ રાખશો ક્યાં સુધી તમારા રિસામણા, કરજો કૃપા એ બતાવવાની
મૌન થઈને બેસશો તમે, મૌન થઈને બેસશું અમે, અરે બંન્ને મળીને
વાતાવરણને ભારે બનાવી દેવાના
કરવું છે શું તમારે એ કહી દીયો, કે ચૂપ અમે નથી રહેવાના
હળવાશ અનુભવવા આવીએ પાસે તમારી, તમે અમને ભારે બનાવી દેવાના
જાશું ક્યાં અમે જીવનમાં જ્યાં, તમે સંગ અમારી આવું કરવાના
છૂપો છૂપો પ્યાર તમે અમને કરો તો, ક્યારેક ઇઝહાર કરવાના
ખાત્રી છે એ તો અમને કે, અમને પ્યાર કર્યા વિના તમે નથી રહેવાના
ખડખડ હસશું અમે જ્યાં, ત્યાં તમે તમારું હસવું નથી રોકી શકવાના
તો કહી ધ્યો તમે અમને લીધા શાને, તમે રિસામણા ક્યાં સુધી ચાલુ …
ખાત્રી છે એમને અમારા હૈયામાં જ્યાં, દીધા છે હૈયામાં અમને વસાવી તમે