View Hymn (Bhajan)
Hymn No. 3341 | Date: 26-Mar-19991999-03-261999-03-26ગાઊં ગીત હું મીઠા મીઠા ને ધીમા ધીમા, કે આવ તને હું પોકારુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gaum-gita-hum-mitha-mitha-ne-dhima-dhima-ke-ava-tane-hum-pokarumગાઊં ગીત હું મીઠા મીઠા ને ધીમા ધીમા, કે આવ તને હું પોકારું
મારા નાના કાનૂડા મારા નાના બાલુડા, તને હું પોકારું
મારા દિલના હીંચોળે, તને હું હીંચકાવું
આવ મારા વાલા, તને પ્રેમને પારણીયે પોઢાડું
ભૂલીને બધું જીવનમાં, તને હું મીઠા હાલરડા સંભળાવું
મારા દિલની સેજ સૈયા પર હું તને પોઢાડું આવ મારા નાના કાનૂડા …
ના આવે નીંદરયું તને તો, મીઠી નીંદરીયે તને પોઢાડું આવ નાના
વાલભર્યા ને હેતભર્યા હૈયાના ભાવોથી, હું તને ઝુલાવું, આવ તને
પ્રેમભર્યા મારા હાથોથી, થાક તારો હું બધો ઉતારું
જાગ્યો તું બહુ, આવ હવે હું તને મીઠી નીંદરીયે પોઢાડું આવ મારા નાના …
ગાઊં ગીત હું મીઠા મીઠા ને ધીમા ધીમા, કે આવ તને હું પોકારું