View Hymn (Bhajan)
Hymn No. 3343 | Date: 27-Mar-19991999-03-271999-03-27તમે રિસાશો આટલા એની મને કલ્પના ના હતીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tame-risasho-atala-eni-mane-kalpana-na-hatiતમે રિસાશો આટલા એની મને કલ્પના ના હતી
તમે આવ્યા ના મળવા, તમે આવ્યા ના વાતો કરવા
છે એંધાણ આ તો રિસાવાના, તમે રિસાશો આવા …
ચલાવી લીધું આ બધું અમે, હવે કરો છો જુલમ શાને
યાદોમાં પણ હવે તમે ના આવ્યા, તમે રિસાશો …
રહેતા ના હતા પહેલા, વાતો કર્યા વગર તમે
હવે વાતો કર્યા વિના શાને, કર્યા તમે હૈયા ભારે
ઇશારાઓમાં પણ આપ લે, બંધ કરી તમે શાને
કસૂર અમારો હોય તો, સજા આપો, બીજી કોઈ મને
પણ ના તડપાવો આટલું કે, મળવું છે મારે તો તમને
તમે રિસાશો આટલા એની મને કલ્પના ના હતી