View Hymn (Bhajan)
Hymn No. 2959 | Date: 31-Oct-19981998-10-311998-10-31ખેલવા બેઠો ખેલ એવો તો કેવો, કે તારા ખેલમાં તું ફસાઈ ગયોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khelava-betho-khela-evo-to-kevo-ke-tara-khelamam-tum-phasai-gayoખેલવા બેઠો ખેલ એવો તો કેવો, કે તારા ખેલમાં તું ફસાઈ ગયો
કાચી માટીના બનાવ્યા તે રમકડાં, કે રમત એમની સાથે તું રમી રહ્યો
આવી મજા તને એવી તે કેવી, તું રમત રમતો ને રમતો ગયો
ના અટકાવ્યું સર્જન, સર્જન તું નવું ને નવું કરતો રહ્યો
ક્યારેક રમ્યો તું સંગ રમકડાંની, તો ક્યારેક રમકડાંને સાથે તું રમતો ગયો
પ્રેમ ભર્યો ખેલ ખેલ્યો એવો કે માટીના પૂતળામાં પ્રાણ પૂરતો ગયો
પ્રેમના પાણીથી તારા તું ઘાટ સહુને નવા નવા આપતો ગયો
તારા રમકડાં કાજે ક્યારેક તું પોતે રમકડું બનતો રહ્યો
તારા ખુદના જ ખેલમાં પ્રભુ આખર તું ખોવાઈ ગયો
ના કરી બંધ રમત તે, તારા રમકડાંની સંગ તું રમતો ને રમતો ગયો
ખેલવા બેઠો ખેલ એવો તો કેવો, કે તારા ખેલમાં તું ફસાઈ ગયો