View Hymn (Bhajan)
Hymn No. 995 | Date: 30-Sep-19941994-09-301994-09-30મારું સુંદર સ્વપ્નું અધૂરું રહી ગયું, પૂરું એ જ્યાં ના થયું, અધૂરું એ તો રહી ગયુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=marum-sundara-svapnum-adhurum-rahi-gayum-purum-e-jyam-na-thayum-adhurumમારું સુંદર સ્વપ્નું અધૂરું રહી ગયું, પૂરું એ જ્યાં ના થયું, અધૂરું એ તો રહી ગયું
ના હતું પળ બે પળનું, જનમોજનમનું સ્વપ્ન મારું, આ જનમમાં પૂરું ના થયું
સુંદર સ્વપ્ન મારું અધૂરું ને અધૂરું તો રહી ગયું, વીતી ગયું જીવન આખું રે
માયાની ખુલી આંખ જ્યાં, અધવચ્ચે સ્વપ્ન ત્યાં અધૂરું રહી ગયું
હતી તમન્ના ઘણી એને પૂરું કરવાની, એ પૂરું ના થઈ શક્યું ……..
સમજાયું હતું જે ચિત્ર આંખ સામે, પળ એકમાં એ ભુલાઈ ગયું
દિલ જ્યાં મારું લોભ લાલચમાં લલચાઈ ગયું, સ્વપ્ન અધૂરું રહી ગયું
ખોટી રમતમાં જ્યાં મન મારું, રમત રમતું થઈ ગયું, ત્યાં સ્વપ્નું ……..
હતી શરૂઆત કાંઈ અનેરી, અંત એનું ના જાણે ક્યાં પહોંચી ગયું
ભૂલભૂ લૈયામાં મનમારું જ્યાં અટવાઈ ગયું, હતું સ્વપ્ન શું એ ભુલાઈ ગયું
મારું સુંદર સ્વપ્નું અધૂરું રહી ગયું, પૂરું એ જ્યાં ના થયું, અધૂરું એ તો રહી ગયું