View Hymn (Bhajan)
Hymn No. 2137 | Date: 27-May-19971997-05-271997-05-27ખુદની કમજોરીનો સ્વીકાર કોઈ કરતું નથી, અન્ય પર આંગળી ઉઠાવ્યા વિના કોઈ રહેતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khudani-kamajorino-svikara-koi-karatum-nathi-anya-para-angali-uthavyaખુદની કમજોરીનો સ્વીકાર કોઈ કરતું નથી, અન્ય પર આંગળી ઉઠાવ્યા વિના કોઈ રહેતું નથી
રીત છે આ તો આખી દુનિયાની, એમાં બદલી હજી સુધી તો આવી નથી
હરકોઈ ચાહે છે ખુદનું દામન તો સાફ, અન્યના દામન પર તોય કીચડ ઉછાળ્યા વિના રહેતા નથી
પરંપરા છે આ તો આ કલયુગની, એ કાંઈ હેરાનગતીની વાત નથી
જુએ છે સહુ કોઈ અન્યને, ને સામે પોતાને જોવાની કોઈને ફૂરસદ નથી
હજારો કમીઓ હોવા છતાં, ખુદને હર કોઈ આવડતનો ભંડાર કહેતા અચકાતો નથી
આ તો છે મજાની વાત આ દુનિયાની, એનાથી વધારે બીજી કોઈ રસપ્રદ વાત નથી
ખુદ પડે તો મોઢું બગાડે, અન્ય પડે તો હા હા હી હી કર્યા વિના કોઈ રહેતું નથી
છે આજતો લીલા કુદરતની, સામાન્ય માનવી આ વાતને સમજી શક્તો નથી
ચાલે છે સંસાર પ્રભુના બનાવેલા નિયમ પર, એ નિયમ આનંદ આપ્યા વિના રહેતા નથી
ખુદની કમજોરીનો સ્વીકાર કોઈ કરતું નથી, અન્ય પર આંગળી ઉઠાવ્યા વિના કોઈ રહેતું નથી